Kheda Love Jihad : ખેડા જિલ્લામાંથી એક હચમચાવી મુકનાર અને અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ‘લવ જેહાદ’ ના નામે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 9 જેટલા વિધર્મી શખ્સોએ છેલ્લા ત્રણ વર્ષથી તેના પર વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે.
Kheda Love Jihad: 3 વર્ષ સુધી કરાઈ બ્લેકમેલ
મળતી માહિતી મુજબ, મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ, વર્ષ 2023 થી લઈને 2025 ના રમઝાન માસ સુધી, આરોપીઓએ સગીરાના અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને, 9 વિધર્મી નરાધમો વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચરતા હતા.
હિન્દુ સંગઠનોની મદદથી નોંધાઈ ફરિયાદ, 8 ની અટકાયત
આ ભયાનક મોડસ ઓપરેન્ડીનો ભોગ બનેલી સગીરા અને તેના પરિવારે આખરે હિન્દુ સંગઠનોનો સંપર્ક કર્યો હતો. તેમની મદદ અને હિંમતથી પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 9 વિધર્મી આરોપીઓ સામે પોક્સો (POCSO) એક્ટ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડા પોલીસે ત્વરિત એક્શન લેતા 9 આરોપીઓમાંથી 8 ની અટકાયત કરી લીધી છે અને આગળની સઘન તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડા જિલ્લામાંથી એક હચમચાવી મુકનાર અને અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ‘લવ જેહાદ’ ના નામે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 9 જેટલા વિધર્મી શખ્સોએ છેલ્લા ત્રણ વર્ષથી તેના પર વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો: ખેડામાં ખેલાશે ત્રિપાંખિયો મહાસંગ્રામ! ભાજપ-કોંગ્રેસ સામે ‘આપ’ મેદાને, તમામ 42 બેઠકોના ઉમેદવારોનું લિસ્ટ જુઓ

