Pakistan Smuggling Iranian Oil: વર્તમાન સમયમાં અમેરિકા-ઈરાન [USA-Iran Conflict] વચ્ચેના તણાવ અને હોર્મુઝની નાકેબંધીના કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઘેરાયું છે. આ સંકટની સૌથી વધુ અસર પાકિસ્તાન [Pakistan] પર પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ [Shehbaz Sharif] વારંવાર ફરિયાદ કરી રહ્યા છે કે યુદ્ધને કારણે તેમનું તેલ આયાત બિલ ૩૦૦ મિલિયન ડોલરથી વધીને ૮૦૦ મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. જોકે, આ આંકડાઓની પાછળ એક ચોંકાવનારું સત્ય છુપાયેલું છે. પાકિસ્તાનનો બલૂચિસ્તાન [Balochistan] પ્રાંત હાલમાં ઈરાની તેલની મોટા પાયે તસ્કરીનું હબ બની ગયું છે.
દરરોજ ૧ કરોડ લિટર તેલની તસ્કરી (Pakistan Smuggling Iranian Oil)
એક અહેવાલ મુજબ, દરરોજ અંદાજે ૧ કરોડ લિટર ઈરાની તેલ ગેરકાયદેસર રીતે પાકિસ્તાની સરહદમાં પ્રવેશે છે. બલૂચિસ્તાનમાં ઈરાન સરહદની આસપાસ તેલની તસ્કરીએ એક આખું સમાંતર અર્થતંત્ર [Parallel Economy] ઊભું કરી દીધું છે. પરિસ્થિતિ એવી છે કે બલૂચિસ્તાનના ૬૦ થી ૭૦ ટકા પેટ્રોલ પંપ આ ચોરીના તેલ પર જ ચાલી રહ્યા છે. આ ગેરકાયદે વેપારને કારણે પાકિસ્તાન તિજોરીને દર વર્ષે લગભગ ૮૧.૬ કરોડ અમેરિકી ડોલરના મહેસૂલનું નુકસાન થઈ રહ્યું છે.
પહાડો, સ્પીડ બોટ અને ‘પર્ચી સિસ્ટમ’ (Smuggling Routes and Secret Networks)
તેલની તસ્કરી માટે માત્ર જમીની રસ્તાઓ જ નહીં, પણ દરિયાઈ માર્ગોનો પણ ઉપયોગ થાય છે. ઈરાનના સિસ્તાન [Sistan] વિસ્તારમાંથી સ્પીડ બોટ દ્વારા ઈંધણના ડ્રમ દશ્ત નદીના માર્ગે પાકિસ્તાનના જિવાની સુધી પહોંચાડવામાં આવે છે. જમીની માર્ગે મકરાન અને ચાગાઈ જેવા વિસ્તારોમાં નાના પિકઅપ ટ્રકો દ્વારા પહાડી રસ્તાઓ પરથી તેલ લાવવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, લગભગ ૯૫% તસ્કરી ‘પર્ચી સિસ્ટમ’ [Parchi System] હેઠળ ચાલે છે, જેમાં કથિત રીતે સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળોની પણ મૂક સંમતિ હોવાનું મનાય છે.
પાકિસ્તાનનું આંતરિક નેટવર્ક અને પેમેન્ટ મોડલ (Internal Distribution and Payment Methods)
તસ્કરીનું આ તેલ ગ્વાદર [Gwadar] અને ક્વેટા જેવા વિસ્તારોમાં ભૂગર્ભ ગોદામોમાં સંગ્રહિત કરવામાં આવે છે. ત્યારબાદ તેને ખાસ મોડિફાઈડ ટ્રકો અને બસો દ્વારા પંજાબ અને સિંધ [Sindh] પ્રાંત સુધી પહોંચાડવામાં આવે છે. આ તેલના વેચાણમાંથી મળતા અબજો રૂપિયા ઈરાની ડીલરોને ચૂકવવા માટે ‘હુંડી’ અથવા ત્રીજા દેશના માધ્યમથી ડોલર કે સોનામાં વ્યવહાર કરવામાં આવે છે. સસ્તા ઈંધણ પર સ્થાનિકોની નિર્ભરતા એટલી વધી ગઈ છે કે સરકાર ઈચ્છવા છતાં આ નેટવર્ક તોડી શકતી નથી.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: AAP-કોંગ્રેસના 5500 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

