‘હું અમિત શાહ છું …’, બંગાળમાં મમતા દીદીને 12 વર્ષ પહેલાં આપેલો પડકાર આજે થયો પૂરો

Amit Shah Viral Video

Amit Shah Viral Video : પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો (Amit Shah) એક 12 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો કોલકાતાના (Kolkata) ધર્મતલા (Dharmatala) ખાતે યોજાયેલી એક ઐતિહાસિક રેલીનો છે, જેણે આજે ફરીથી બંગાળના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.

Amit Shah Viral Video : મમતા દીદીને સણસણતો જવાબ 

આજથી 12 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) કટાક્ષ કરતા એક સવાલ પૂછ્યો હતો કે, “અમિત શાહ કોણ છે?” (Who is Amit Shah?). મમતા દીદીના આ સવાલનો આકરો અને સણસણતો જવાબ આપતા અમિત શાહે ધર્મતલાની મંચ પરથી ગર્જના કરી હતી. તેમણે ટીએમસીને (TMC) સીધો પડકાર ફેંકતા કહ્યું હતું કે, “હું અમિત શાહ છું. હું ભારતીય જનતા પાર્ટીનો (BJP) એક નાનો કાર્યકર છું.”

‘તૃણમૂલને ઉખાડી ફેંકીશ’: અમિત શાહનો આકરો પડકાર 

પોતાના ભાષણને વધુ આક્રમક બનાવતા શાહે ઉમેર્યું હતું કે, “હું અહીં બંગાળનો જ છું, અને અહીં તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress) સામે લડી રહ્યો છું. હું તમને મૂળમાંથી ઉખાડીને ફેંકી દઈશ.” આજે 12 વર્ષ બાદ જ્યારે બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, ત્યારે અમિત શાહની આ ભવિષ્યવાણી અને સંકલ્પ બિલકુલ સાચા પડતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયો ભાજપના કાર્યકરોમાં નવા જોશનો સંચાર કરી રહ્યો છે.

આ પણ વાંચો:  બંગાળમાં ભગવો લહેરાયો: બિહારની એ જ ફોર્મ્યુલા જેણે મમતાના ગઢમાં ગાબડું પાડ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *