‘મને ધક્કો માર્યો, પૂરેપૂરી લૂંટ થઈ છે, અમે વાપસી કરીશું…’, બંગાળ ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીનો આક્રોશ

Mamata Banerjee Statement:

Mamata Banerjee Statement: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના (West Bengal Election 2026) પરિણામો બાદ રાજ્યનું રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) નાં વડાં અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) ચૂંટણી પરિણામોને ફગાવીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર જ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કારમી હાર બાદ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા મમતા દીદીએ સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો કે, “મારી સાથે ધક્કામુક્કી કરવામાં આવી, આ ચૂંટણીમાં પૂરેપૂરી લૂંટ થઈ છે, પરંતુ અમે હાર માનીશું નહીં અને વાપસી કરીશું.”

Mamata Banerjee Statement: EVM અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ

મમતા દીદીએ સ્પષ્ટ શબ્દોમાં ભાજપની (BJP) આ જીતને અનૈતિક ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ અને પક્ષપાત (Bias) આચરવામાં આવ્યો છે. તેમના દાવા મુજબ, તેમણે ચૂંટણી અધિકારીઓને વારંવાર ફરિયાદો કરી હતી, તેમ છતાં કોઈએ તેમની વાતો પર ધ્યાન આપ્યું ન હતું. આ ઉપરાંત, તેમણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) માં છેડછાડ અને કેન્દ્રીય એજન્સીઓના (Central Agencies) બાહ્ય દબાણનો પણ ખુલ્લો આરોપ લગાવ્યો છે, જેના કારણે ચૂંટણીના પરિણામો પ્રભાવિત થયા છે.

કાઉન્ટિંગ સેન્ટર બહાર ધક્કામુક્કીનો દાવો

મુખ્યમંત્રીએ સુરક્ષા દળોના વર્તન પર પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો કે કાઉન્ટિંગ સેન્ટરની (Counting Center) બહાર તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું અને ધક્કામુક્કી થઈ. તેમની પાસે જરૂરી ઓળખકાર્ડ (ID Card) હોવા છતાં તેમને મતગણતરી કેન્દ્રની અંદર જતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે આ સમગ્ર ઘટનાક્રમને લોકશાહી વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું હતું. એક તરફ ભાજપ બંગાળમાં જીતનો જશ્ન મનાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ટીએમસીના આ ગંભીર આરોપો બાદ હવે ચૂંટણી પંચ શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો: બંગાળમાં 100 બેઠકોની ચોરી! રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *