આજે સવારે 10 વાગ્યે આવશે ધોરણ 10નું પરિણામ, આ રહી રિઝલ્ટ ચેક કરવાની સૌથી સરળ રીત

GSEB SSC 10th Result 2026 :

GSEB SSC 10th Result 2026 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા બાદ, હવે લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) નું પરિણામ આવતીકાલે એટલે કે 6 મે 2026, બુધવારના રોજ સવારે 10 વાગ્યે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

GSEB SSC 10th Result 2026 : વેબસાઈટ પર કેવી રીતે ચેક કરવું પરિણામ?

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર ઓનલાઈન જોઈ શકશે.

સૌ પ્રથમ બોર્ડની વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.

હોમપેજ પર ‘SSC Result 2026’ ની લિંક પર ક્લિક કરો.

તમારો 6 આંકડાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરો.

‘સબમિટ’ બટન પર ક્લિક કરતા જ તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે.

ભવિષ્યના ઉપયોગ માટે પ્રોવિઝનલ માર્કશીટ (Provisional Marksheet) ડાઉનલોડ કરો અથવા સ્ક્રીનશોટ સેવ કરી લો.

પરિણામમાં વિષયવાર ગુણ, ગ્રેડ, ટકાવારી, પાસ/નાપાસની સ્થિતિ અને કુલ સ્કોર જેવી માહિતી ઉપલબ્ધ હશે.

વોટ્સએપથી પણ મેળવી શકાશે પરિણામ

પરિણામ જાહેર થાય ત્યારે વેબસાઈટ પર ભારે ટ્રાફિકને કારણે સર્વર ડાઉન થવાની શક્યતા રહે છે. આ સમસ્યાના નિવારણ માટે બોર્ડે વોટ્સએપ આધારિત સેવા પણ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર +91 63573 00971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ સીધું પરિણામ મેળવી શકશે.

ગત વર્ષે કેવું હતું પરિણામ?

નોંધનીય છે કે, ગત વર્ષે (2025 માં) ગુજરાત બોર્ડના ધોરણ 10 નું એકંદર પરિણામ 83.08 ટકા નોંધાયું હતું. ગત વર્ષે નિયમિત નોંધાયેલા 7.62 લાખ વિદ્યાર્થીઓમાંથી 6.20 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 32.26 ટકા રહ્યું હતું.

આ પણ વાંચો: હાડગુડમાં બાળકોનું મેદાન બચાવવા ગ્રામજનોનો વિરોધ: પંચાયત ભવનનું સ્થળ બદલવાની ઉગ્ર માગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *