Kolkata Hogg Market Violence : પશ્ચિમ બંગાળની (West Bengal) રાજધાની કોલકાતાના સૌથી વ્યસ્ત અને ઐતિહાસિક હોગ માર્કેટ (જે ન્યૂ માર્કેટ તરીકે પણ જાણીતું છે) પાસે મંગળવારે ભારે હિંસા અને બબાલ જોવા મળી હતી. એક બેકાબૂ ટોળાએ ધોળે દિવસે બુલડોઝર (Bulldozer) સાથે ત્રાટકીને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની સ્થાનિક ઓફિસ પર હુમલો કરી તેને જમીનદોસ્ત કરી દીધી હતી.
Kolkata Hogg Market Violence : બુલડોઝરથી તોડફોડ અને દહેશતનો માહોલ
પ્રાપ્ત અહેવાલો મુજબ, હુમલાખોરોનું ટોળું અચાનક બુલડોઝર લઈને બજારમાં ઘૂસી ગયું હતું. તેમણે TMC કાર્યાલય પર નિશાન સાધીને ભારે તોડફોડ મચાવી હતી. દિવસદહાડે બનેલી આ ઘટનાથી કોલકાતાના (Kolkata) આ મુખ્ય વ્યાપારી કેન્દ્રમાં દુકાનદારો, સ્થાનિક લોકો અને ગ્રાહકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. ડરના માર્યા બજારની અનેક દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને આખા વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
Hogg’s Market. Popularly known as New Market, that houses some iconic stores like Nahoum’s, under attack.
Why?
Because majority business owners are Muslims.
Beware of what you wish for!! pic.twitter.com/WDYSWM8NaY— Rahul Mukherji (@RahulMukherji5) May 5, 2026
પોલીસ એક્શન અને ઉંડી તપાસ શરૂ
બબાલ અને હિંસાની જાણ થતાં જ કોલકાતા પોલીસનો (Kolkata Police) મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ટોળાને વિખેરી નાખ્યું હતું અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસ આ હુમલા પાછળ કોઈ રાજકીય અદાવત છે કે કોઈ સ્થાનિક વિવાદ, તેની ઉંડી તપાસ કરી રહી છે. શહેરની વચ્ચોવચ બુલડોઝર લઈને આ ટોળું કેવી રીતે પહોંચ્યું તે મોટો સવાલ છે. ઉપદ્રવીઓની ઓળખ માટે આસપાસના CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે ન્યૂ માર્કેટ વિસ્તારમાં હાલ પોલીસ બંદોબસ્ત સઘન કરી દેવાયો છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે, CM ની રેસમાં 5 નામો મોખરે

