સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય પર લગાવી મહોર

Sohrabuddin Sheikh Case

Sohrabuddin Sheikh Case: દેશભરમાં ગાજેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસ [Sohrabuddin Sheikh Encounter Case] માં બોમ્બે હાઈકોર્ટ [Bombay HC] દ્વારા અત્યંત મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે ૨૧ પોલીસકર્મીઓ સહિત તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના વિશેષ અદાલતના ૨૦૧૮ના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ કેસમાં આરોપ હતો કે ગુજરાત પોલીસે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ [Tulsiram Prajapati] નું નકલી એન્કાઉન્ટર કર્યું હતું.

Sohrabuddin Sheikh Case: નીચલી અદાલતનો ચુકાદો હાઈકોર્ટે રાખ્યો યથાવત

વર્ષ ૨૦૦૫-૦૬ના આ બહુચર્ચિત મામલામાં ડિસેમ્બર ૨૦૧૮માં મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે [Special CBI Court] પુરાવાના અભાવે તમામ આરોપીઓને બરી કર્યા હતા. આ આરોપીઓમાં ગુજરાત [Gujarat], રાજસ્થાન અને આંધ્રપ્રદેશના ૨૧ પોલીસ અધિકારીઓનો સમાવેશ થતો હતો. નીચલી અદાલતના આ ચુકાદાને સોહરાબુદ્દીનના ભાઈઓએ એપ્રિલ ૨૦૧૯માં હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેની પર લાંબી કાનૂની લડાઈ બાદ હવે ચુકાદો આવ્યો છે.

૨૦૧૦માં CBI ને સોંપાઈ હતી તપાસ

શરૂઆતમાં આ કેસની તપાસ ગુજરાત સીઆઈડી [CID] ક્રાઈમ અને એટીએસ [ATS] દ્વારા કરવામાં આવી હતી. જોકે, ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટે [Supreme Court] તપાસ સીબીઆઈ [CBI] ને સોંપી હતી અને કેસની ટ્રાયલ પણ સુરક્ષા અને નિષ્પક્ષતાના કારણોસર ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે નોંધ્યું હતું કે સોહરાબુદ્દીન એક રીઢો ગુનેગાર હતો, જેની સામે ખંડણી અને હત્યા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.

એન્કાઉન્ટર અને સીબીઆઈના દાવા

સીબીઆઈના દાવા મુજબ, ૨૩ નવેમ્બર ૨૦૦૫ના રોજ હૈદરાબાદથી સાંગલી જતી બસમાંથી સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસર બી [Kausar Bi] અને તુલસીરામ પ્રજાપતિનું અપહરણ કરવામાં આવ્યું હતું. નવેમ્બર ૨૦૦૫માં અમદાવાદ [Ahmedabad] માં સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર થયું હતું. ત્યારબાદ કૌસર બી અને અંદાજે એક વર્ષ બાદ તુલસીરામ પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર થયું હોવાનો આરોપ હતો. બીજી તરફ, પોલીસનો પક્ષ હતો કે સોહરાબુદ્દીન આતંકી સંગઠનો સાથે જોડાયેલો હતો અને એક મોટા નેતાની હત્યાના ઈરાદે ગુજરાત આવ્યો હતો.

આ પણ વાંચો: ગાયને ‘રાષ્ટ્ર માતા’ જાહેર કરવા ગુજરાતમાં આંદોલન: રાજકોટ-સુરતમાં રેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *