તમિલનાડુ: વિજય બનશે નવા મુખ્યમંત્રી!, 120 ધારાસભ્યોના સમર્થન સાથે રજૂ કર્યો દાવો

TVK Chief Vijay CM

TVK Chief Vijay CM : તમિલનાડુના રાજકારણમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી અનિશ્ચિતતા અને મડાગાંઠનો આખરે અંત આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર અને તમિઝાગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ ‘થલપતિ’ વિજયના (Actor Vijay) મુખ્યમંત્રી બનવાનો રસ્તો હવે એકદમ સાફ થઈ ગયો છે. શનિવારે વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો સત્તાવાર દાવો રજૂ કર્યો છે.

TVK Chief Vijay CM : VCK અને IUML નું મળ્યું સમર્થન

વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં છેલ્લા ચાર દિવસથી સરકાર રચવાને લઈને ભારે રાજકીય ખેંચતાણ ચાલી રહી હતી. પરંતુ હવે વિજયની પાર્ટી TVK ને અન્ય બે રાજકીય પક્ષો, VCK (વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી) અને IUML (ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ) નું સત્તાવાર સમર્થન પ્રાપ્ત થઈ ગયું છે. આ ગઠબંધન બાદ વિજય પાસે હવે બહુમતી સાબિત કરવા માટે કુલ 120 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ થઈ ગયું છે.

 

 

રાજ્યપાલને સોંપ્યો સમર્થન પત્ર

પોતાના સાથી પક્ષોના ટેકા સાથે TVK પ્રમુખ વિજયે આજે રાજભવન ખાતે જઈને તમિલનાડુના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. તેમણે 120 ધારાસભ્યોની સહીવાળો સત્તાવાર સમર્થન પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો અને રાજ્યમાં નવી સરકાર રચવા માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. આ પગલાં સાથે જ તમિલનાડુમાં ચાલી રહેલું રાજકીય સંકટ ખતમ થઈ ગયું છે.

ટૂંક સમયમાં લેશે CM પદના શપથ

રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કર્યા બાદ હવે ટૂંક સમયમાં જ રાજભવન તરફથી સરકાર રચવા માટે ઔપચારિક આમંત્રણ આપવામાં આવશે. વિજયના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમયની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. બીજી તરફ, પોતાના મનપસંદ અભિનેતા હવે રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા હોવાથી વિજયના ચાહકો અને પાર્ટી કાર્યકરોમાં જશ્નનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો: PM મોદીની હાજરીમાં શુભેન્દુ અધિકારીએ લીધા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *