AMC માં નોકરીની તક: ફાયર વિભાગમાં 172 સહાયક ફાયરમેનની ભરતી જાહેર

AMC Sahayak Fireman Bhart

AMC Sahayak Fireman Bhart : અમદાવાદમાં રહેતા અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગમાં સહાયક ફાયરમેનની કુલ 172 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 પાસ તેમજ વધુ અભ્યાસ કરેલા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે.

AMC Sahayak Fireman Bhart : આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2026 રાખવામાં આવી છે.

મુદ્દો માહિતી
સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટ સહાયક ફાયરમેન
કુલ જગ્યાઓ 172
વિભાગ ફાયર વિભાગ
અરજી મોડ ઓનલાઈન
વય મર્યાદા 18 થી 32 વર્ષ
છેલ્લી તારીખ 14-05-2026

કેટેગરી જગ્યાઓ
બિન અનામત 69
અનુસૂચિત જાતિ 16
અનુસૂચિત જનજાતિ 25
સા.શૈ.પ.વ. 45
આ.ન.વ. 17
કુલ 172

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ઓછામાં ઓછો એસ.એસ.સી. (ધોરણ 10) પાસ હોવો જરૂરી છે.

એચ.એસ.સી. (10+2) પાસ ઉમેદવારોને વધારાના 25 માર્ક્સ મળશે.
ડિગ્રી અથવા ડિપ્લોમા ઈન એન્જિનિયરિંગ ધરાવતા ઉમેદવારોને લાભ મળશે.
AMC ફાયર વિભાગનો ફાયર ફાઈટિંગ એલીમેન્ટ્રી કોર્સ પાસ કરેલા ઉમેદવારોને વધારાના 25 માર્ક્સ આપવામાં આવશે.
શારીરિક લાયકાત

ભરતી માટે ઉમેદવારોએ નીચે મુજબની શારીરિક લાયકાત પૂર્ણ કરવી જરૂરી રહેશે:

ઊંચાઈ : ઓછામાં ઓછી 165 સે.મી.
ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે : 162 સે.મી.
વજન : ઓછામાં ઓછું 50 કિલો
છાતી :
ફુલાવ્યા વગર : 76 સે.મી.
ફુલાવ્યા બાદ : 81 સે.મી.

ઉમેદવારને કલર બ્લાઈન્ડનેસ, ત્રાંસી આંખ, ફ્લેટ ફીટ, નોકવીઝ, પીઝીયન ચેસ્ટ, ખૂંધ, બહેરાશ જેવી શારીરિક ખામીઓ ન હોવી જોઈએ.

પગાર ધોરણ

પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ સુધી દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળશે.

ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકન આધારે ઉમેદવારને લેવલ-2 પે મેટ્રિક્સ ₹19,900 થી ₹63,200 મુજબ પગાર અને અન્ય ભથ્થાં આપવામાં આવશે.

વય મર્યાદા
ઓછામાં ઓછી ઉંમર : 18 વર્ષ
વધુમાં વધુ ઉંમર : 32 વર્ષ

AMCમાં હાલ ફરજ બજાવતા કર્મચારીઓને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી કરવાની પ્રક્રિયા

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા અનુસરવી:

AMCની સત્તાવાર વેબસાઈટ પર જવું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિશિયલ વેબસાઈટ
“Recruitment” વિભાગમાં જવું
“Online Apply” પર ક્લિક કરવું
અરજી ફોર્મમાં માંગેલી વિગતો ધ્યાનપૂર્વક ભરવી
જરૂરી દસ્તાવેજ અપલોડ કર્યા બાદ ફોર્મ સબમિટ કરવું
અંતમાં અરજીની પ્રિન્ટ કાઢી રાખવી

ઉમેદવારો 14 મે 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

 

નોંધ: આ સમાચાર વાંચ્યા પછી ખાસ AMCની સત્તાવાર વેબસાઇટ ચેક કરી લેવી હિતાવહ છે. સંપૂર્ણ માહિતી મળી રહેશે.

આ પણ વાંચો: PM મોદીની ‘દેશભક્તિ’ અપીલ: દેશના હિતમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડો, મેટ્રો અને બસનો ઉપયોગ વધારો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *