National Sports Awards 2025ની યાદીમાં આ વખતે સૌથી વધુ ચર્ચા દેશના સર્વોચ્ચ રમતગમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે કોઈ ખેલાડીની પસંદગી ન થવાની છે. પસંદગી સમિતિએ પોતાની ભલામણો કેન્દ્ર સરકારને સોંપ્યા બાદ રમત મંત્રાલયે 17 ખેલાડીઓ અને પાંચ કોચને વિવિધ સન્માન માટે પસંદ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પસંદગી પામેલા ખેલાડીઓ અને કોચનું સન્માન કર્યું હતું.
આ વર્ષે ખેલાડીઓની સાથે તેમને તૈયાર કરનારા કોચના યોગદાનને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એથ્લેટિક્સના પરવીર સિંહ, બોક્સિંગના છોટે લાલ યાદવ અને શૂટિંગના નેહા નંદકુમાર ચવ્હાણને નિયમિત શ્રેણીમાં દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે.
જ્યારે બોક્સિંગના ધર્મેન્દ્ર સિંહ યાદવ અને કુસ્તીના વીરેન્દ્ર કુમારને રમતગમત ક્ષેત્રે આજીવન યોગદાન બદલ લાઇફટાઇમ દ્રોણાચાર્ય સન્માનથી નવાજવામાં આવ્યા છે.
National Sports Awards 2025માં કયા ખેલાડીઓને અર્જુન અવોર્ડ મળ્યો?
અર્જુન પુરસ્કાર મેળવનારા ખેલાડીઓમાં ચેસના વિદિત સંતોષ ગુજરાતી અને દિવ્યા જિતેન્દ્ર દેશમુખ, હૉકીના લાલરેમસિયામી અને રાજકુમાર પાલ, બેડમિન્ટનની પુલેેલા ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એથ્લેટિક્સમાં તેજસ્વિન શંકર, પ્રિયંકા ગોસ્વામી અને મુહમ્મદ અજમલ વી, પેરા શૂટિંગમાં રુદ્રાંશ ખંડેલવાલ, પેરા એથ્લેટિક્સમાં એકતા ભ્યાન, શૂટિંગમાં અખિલ શ્યોરાણ અને રોઇંગમાં અરવિંદ સિંહને સન્માનિત કરવામાં આવ્યા છે.
કબડ્ડીમાં પૂજા અને સુરજીત, બોક્સિંગમાં નરેન્દ્ર તથા ડેફ શૂટિંગમાં ધનુષ શ્રીકાંતને પણ અર્જુન પુરસ્કાર મળ્યો છે.
સક્રિય ખેલાડીઓ ઉપરાંત રમતગમતમાં લાંબા સમયથી યોગદાન આપનારાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર આઈ. અરુમનાયગમને અર્જુન લાઇફટાઇમ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
આ યાદી ભારતીય રમતગમતના વિવિધ ક્ષેત્રોમાં ખેલાડીઓ અને કોચના યોગદાનને માન્યતા આપે છે. જોકે, ખેલ રત્ન માટે કોઈ નામ પસંદ ન થવું આ વર્ષની પુરસ્કાર યાદીનું સૌથી નોંધપાત્ર પાસું રહ્યું છે.

