તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ મુદ્દે વિવાદ છેડ્યો

Udhayanidhi Stalin Sanatana Dharma

Udhayanidhi Stalin Sanatana Dharma : તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ડેબ્યુ કરતા ડીએમકે (DMK) નેતા ઉદયનિધિ સ્ટાલિને પોતાના પ્રથમ ભાષણમાં જ આક્રમક તેવર બતાવ્યા છે. સપ્ટેમ્બર 2023માં સનાતન ધર્મ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનનો પુનરોચ્ચાર કરતા તેમણે દાવો કર્યો કે જે વિચારધારા લોકોને વિભાજિત કરે છે તેને નાબૂદ કરવી જોઈએ. આ નિવેદનથી ફરી એકવાર દેશભરમાં ધાર્મિક અને રાજકીય ચર્ચા છેડાઈ છે.

Udhayanidhi Stalin Sanatana Dharma : વિરોધ પક્ષના નેતા તરીકે પ્રથમ ભાષણ

વિધાનસભામાં સંબોધન કરતા ઉદયનિધિએ કહ્યું હતું કે, “લોકોને વિભાજિત કરનાર સનાતન ધર્મને ચોક્કસપણે નાબૂદ કરવો જોઈએ.” ઉલ્લેખનીય છે કે અગાઉ આપેલા આવા જ નિવેદનને કારણે તેમની સામે અનેક કોર્ટ કેસો અને હિન્દુત્વવાદી સંગઠનોનો વિરોધ નોંધાયો હતો, તેમ છતાં તેમણે આજે ફરી આ વલણને યોગ્ય ઠેરવ્યું છે.

તમિલ અસ્મિતા અને ‘તમિલ થાઈ વઝથુ’ મુદ્દે સરકાર પર પ્રહાર

મુખ્યમંત્રી જોસેફ વિજયની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પ્રોટોકોલમાં થયેલી ભૂલનો મુદ્દો ઉદયનિધિએ જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્ય ગીત (તમિલ થાઈ વઝથુ) ને પરંપરાગત રીતે પ્રથમ રાખવાને બદલે ત્રીજા ક્રમે રાખવામાં આવ્યું હતું, જે તમિલ સંસ્કૃતિનું અપમાન છે.તેમણે ગૃહમાં સ્પષ્ટ કર્યું કે, “વિરોધ પક્ષ રાજ્ય ગીતને બાજુ પર રાખવાના કોઈપણ પ્રયાસને મંજૂરી આપશે નહીં. સરકારે આ બાબતે કોઈપણ પ્રકારનું સમાધાન કરવું જોઈએ નહીં.”

રાજકીય અનુભવમાં ‘વરિષ્ઠ બેચ’ હોવાનો દાવો

એક હળવી ક્ષણમાં ઉદયનિધિએ નોંધ્યું કે તેઓ પોતે, મુખ્યમંત્રી જોસેફ વિજય અને સ્પીકર જે.સી.ડી. પ્રભાકર ત્રણેય લોયોલા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. જોકે, તેમણે મજાકમાં ટિપ્પણી કરી કે શૈક્ષણિક રીતે ભલે તેઓ સાથે હોય, પરંતુ રાજકીય અનુભવની દ્રષ્ટિએ ડીએમકે હજુ પણ “વરિષ્ઠ બેચ” છે.

રચનાત્મક વિપક્ષની ભૂમિકા

સી.એન. અન્નાદુરાઈના વિચારોનો ઉલ્લેખ કરતા તેમણે વિપક્ષની સરખામણી વાહનની ‘બ્રેક’ અને બળદની ‘લગામ’ સાથે કરી હતી, જે સરકારને જનહિતમાં ચલાવવા માટે જરૂરી છે. તેમણે સ્પીકરને વિનંતી કરી કે વિપક્ષના અવાજને દબાવવાને બદલે તેને લોકોના સાચા અવાજ તરીકે ગૃહમાં ઉભરવા દેવામાં આવે.

આ  પણ વાંચો: NEET UG 2026 ની પરીક્ષા સંપૂર્ણપણે રદ, ટૂંક સમયમાં નવી તારીખો જાહેર થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *