NEET UG 2026 ની પરીક્ષા સંપૂર્ણપણે રદ, ટૂંક સમયમાં નવી તારીખો જાહેર થશે

NEET UG 2026 Cancelled

NEET UG 2026 Cancelled : દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 ને લઈને ચાલી રહેલા વિવાદનો અંત લાવતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. તપાસ એજન્સીઓના ઇનપુટ્સ અને શંકાસ્પદ ગતિવિધિઓના વિશ્લેષણ બાદ NTA એ સ્વીકાર્યું છે કે વર્તમાન પરીક્ષા પ્રક્રિયાને આગળ વધારવી યોગ્ય નથી. હવે આ પરીક્ષા નવેસરથી યોજવામાં આવશે.

 

 

 

NEET UG 2026 Cancelled : પેપર લીકનો ઘટસ્ફોટ: 

રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કરવામાં આવેલા ખુલાસા મુજબ:

ગેસ પેપર: પરીક્ષાના 15 દિવસથી એક મહિના પહેલા જ 150 પાનાનું એક ‘ગેસ પેપર’ વિદ્યાર્થીઓ વચ્ચે ફરતું થયું હતું.

બેઠેબેઠા પ્રશ્નો: આ 410 પ્રશ્નોની ક્વેશ્ચન બેંકમાંથી અંદાજે 120 જેટલા પ્રશ્નો NEET ના કેમિસ્ટ્રી વિભાગમાં બેઠેબેઠા પૂછાયા હોવાનો આક્ષેપ છે.

600 માર્કસનું જોખમ: રિપોર્ટ્સ અનુસાર, 620 માંથી 600 માર્કસના પ્રશ્નો કેટલાક વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાના બે દિવસ પહેલા જ પહોંચી ગયા હતા. ADG વિશાલ બન્સલે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર: ફરી રજિસ્ટ્રેશન કે ફી ભરવી પડશે નહીં

NTA એ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા રદ થવાથી વિદ્યાર્થીઓને આર્થિક કે વહીવટી બોજ પડશે નહીં

જુનો ડેટા માન્ય: મે 2026 ના ચક્રમાં જે રજિસ્ટ્રેશન, ઉમેદવારી અને પરીક્ષા કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા હતા, તે જ વિગતો ફરીથી યોજાનારી પરીક્ષા માટે માન્ય રહેશે.

કોઈ વધારાની ફી નહીં: ફરીથી યોજાનારી પરીક્ષા માટે કોઈ વધારાનો ચાર્જ લેવાશે નહીં.

ફી રિફંડ: સૌથી મહત્વનો નિર્ણય એ છે કે જે ફી અગાઉ જમા કરવામાં આવી હતી, તે વિદ્યાર્થીઓને પરત (Refund) કરી દેવામાં આવશે અને પરીક્ષા NTA ના પોતાના સંસાધનોથી લેવાશે.

તારીખો અને એડમિટ કાર્ડ

ફરીથી યોજાનારી પરીક્ષાની નવી તારીખો અને નવા એડમિટ કાર્ડ જાહેર કરવાનું સમયપત્રક આગામી દિવસોમાં NTA ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

NTA ની વાલીઓ અને ઉમેદવારોને અપીલ

એજન્સીએ વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓથી દૂર રહેવું અને માત્ર અધિકૃત સ્ત્રોતો પર જ ભરોસો રાખવો. કોઈપણ મુંઝવણ માટે હેલ્પલાઇન નંબર 011-40759000 અથવા ઇમેઇલ neet-ug@nta.ac.in પર સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચો: બ્લૂમબર્ગનો સનસનાટીપૂર્ણ રિપોર્ટ: 2030 પછી પણ PM મોદીનો દબદબો રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *