Vyayam Shikshak Bharti: ગુજરાતના શૈક્ષણિક જગત અને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માટે લાંબા સમયથી ખાલી પડેલી 1,141 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીનો મુખ્ય હેતુ શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવાનો અને રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે.
Vyayam Shikshak Bharti : SAT પરીક્ષાના મેરીટ પર સીધી પસંદગી
આ ભરતીની સૌથી મોટી વિશેષતા તેની પારદર્શક પસંદગી પ્રક્રિયા છે.
ભરતીનો પ્રકાર: આ એક સંપૂર્ણપણે સીધી ભરતી છે.
પસંદગીનો માપદંડ: ઉમેદવારોની પસંદગી SAT (Special Aptitude Test) પરીક્ષાના મેરીટના આધારે કરવામાં આવશે.
નિમણૂક: મેરીટ યાદીમાં સ્થાન મેળવનાર પાત્ર ઉમેદવારોને કોઈ પણ અન્ય ઈન્ટરવ્યુ વગર સીધી નિમણૂક પત્રો આપવામાં આવશે.
વયમર્યાદામાં 3 વર્ષની મોટી છૂટછાટ
યુવાનોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે વયમર્યાદાના નિયમોમાં પણ મહત્વના ફેરફાર કર્યા છે:
સામાન્ય વર્ગ: વયમર્યાદામાં 3 વર્ષનો વધારો કરી હવે 38 વર્ષ સુધીની વયના ઉમેદવારો અરજી કરી શકશે.
અનામત વર્ગ: અનામત કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદા 43 વર્ષ નક્કી કરવામાં આવી છે.
મહિલા ઉમેદવારો: મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓ માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ રાખવામાં આવી છે, જે રાજ્ય સરકારની કોઈપણ ભરતીમાં મળતી અત્યાર સુધીની સૌથી મોટી છૂટછાટ પૈકીની એક છે.
રોજગારીની સુવર્ણ તક
લાંબા સમય બાદ વ્યાયામ શિક્ષકોની આટલી મોટી સંખ્યામાં ભરતી થવા જઈ રહી હોવાથી ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વયમર્યાદામાં મળેલી છૂટને કારણે એવા ઉમેદવારોને પણ ફરી તક મળી છે જેઓ અગાઉ વય વટાવી ચૂક્યા હતા. આ નિર્ણયથી શાળાઓમાં રમતગમતનું વાતાવરણ સુધરશે અને લાયક શિક્ષકો મળતા વિદ્યાર્થીઓના શારીરિક વિકાસને પણ વેગ મળશે.
આ પણ વાંચો: AMC માં નોકરીની તક: ફાયર વિભાગમાં 172 સહાયક ફાયરમેનની ભરતી જાહેર

