V.D. Satheesan Kerala CM : કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર વિજય બાદ, રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે વી.ડી. સતીસન (V.D. Satheesan) ના નામ પર મહોર મારવામાં આવી છે. 10 વર્ષ બાદ કોંગ્રેસે સત્તામાં વાપસી કરી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ચાલી રહેલી લાંબી ખેંચતાણ અને દિલ્હીમાં મળેલી અનેક બેઠકો બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુરુવારે વી.ડી. સતીસનના નામની સત્તાવાર જાહેરાત કરી છે. સતીસન આઉટગોઈંગ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા, અને હવે તેઓ રાજ્યની કમાન સંભાળશે.
The Congress Legislature Party had met in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Keralam.
Accordingly, the Congress President has held extensive discussions with… pic.twitter.com/sX6FhRm4Fv
— Congress (@INCIndia) May 14, 2026
V.D. Satheesan Kerala CM : મુખ્યમંત્રી પદની રેસમાં કોણ કોણ હતું?
કોંગ્રેસના વિજય બાદ મુખ્યમંત્રી પદ માટે પાર્ટીમાં ભારે મંથન ચાલ્યું હતું. રેસમાં મુખ્યત્વે ત્રણ દિગ્ગજ નેતાઓના નામ હતા:
વી.ડી. સતીસન: આઉટગોઈંગ વિપક્ષી નેતા અને હવે નિયુક્ત મુખ્યમંત્રી.
કે.સી. વેણુગોપાલ: AICC ના મહાસચિવ (સંગઠન).
રમેશ ચેન્નીથલા: પાર્ટીના વરિષ્ઠ નેતા.
10 દિવસ સુધી ચાલેલી તીવ્ર ચર્ચા-વિચારણા અને ધારાસભ્યો તેમજ સંગઠનના નેતાઓ સાથેના પરામર્શ બાદ વી.ડી. સતીસન સ્પષ્ટ વિજેતા તરીકે ઉભરી આવ્યા છે.
પસંદગી પ્રક્રિયા: ખડગે અને રાહુલ ગાંધીનું સીધું નિરીક્ષણ
7 મે: વિધાનસભા પક્ષની બેઠકમાં નવા નેતા પસંદ કરવાનો અધિકાર હાઈકમાન્ડને સોંપતો ઠરાવ પસાર થયો.
8 મે: મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ કેરળના અગ્રણી નેતાઓ (સન્ની જોસેફ, દીપા દાસમુન્શી વગેરે) સાથે બેઠક કરી.
12 મે: રાહુલ ગાંધીએ KPCC ના પૂર્વ પ્રમુખો અને કાર્યકારી પ્રમુખો સાથે અલગ-અલગ વાતચીત કરી વ્યક્તિગત અભિપ્રાય લીધો હતો.
પરિવર્તનનો પવન
4 મેના રોજ જાહેર થયેલા પરિણામોએ કેરળમાં કોંગ્રેસ માટે નવા યુગની શરૂઆત કરી છે. વી.ડી. સતીસનની પસંદગી પાછળ તેમનો વિપક્ષના નેતા તરીકેનો બહોળો અનુભવ અને યુવા નેતૃત્વની ઈચ્છા મહત્વના પરિબળો મનાય છે.
આ પણ વાંચો: NEET UG 2026 ની પરીક્ષા સંપૂર્ણપણે રદ, ટૂંક સમયમાં નવી તારીખો જાહેર થશે

