indo pacific command name change ભારત અને અમેરિકા વચ્ચે વૈશ્વિક સ્તરે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત હોવાના દાવાઓ વચ્ચે વોશિંગ્ટનમાંથી એક ખૂબ જ આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, અમેરિકાએ તેના સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી સૈન્ય કમાન્ડ ‘ઇન્ડો-પેસિફિક કમાન્ડ’ (Indo-Pacific Command) ના નામમાંથી ભારતની ઓળખ સમાન ‘ઇન્ડો’ શબ્દ હટાવી દીધો છે. અમેરિકન સંરક્ષણ મંત્રાલયે આ કમાન્ડનું નામ બદલીને ફરીથી જૂનું નામ ‘પેસિફિક કમાન્ડ’ કરી નાખ્યું છે. આટલું જ નહીં, આ ફેરફારના સત્તાવાર કાર્યક્રમ દરમિયાન અમેરિકી સૈન્ય દ્વારા ભારતનો એક અત્યંત વિવાદાસ્પદ અને ખોટો નકશો (Wrong Map of India) દર્શાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિવાદ ઉભો થયો છે.
indo pacific command name change નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ભાગો ગાયબ કરાયા
અહેવાલ અનુસાર, આ નામ બદલવાની સત્તાવાર જાહેરાત દરમિયાન અમેરિકી સૈન્ય વડાઓ અને સંરક્ષણ અધિકારીઓની હાજરીમાં બેકગ્રાઉન્ડ સ્ક્રીન પર એશિયા-પેસિફિક ક્ષેત્રનો નકશો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ નકશામાં ભારતના સાર્વભૌમત્વ અને ભૌગોલિક અખંડિતતાને સીધી ઠેસ પહોંચાડવામાં આવી હતી. નકશામાં ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક મહત્વપૂર્ણ વિસ્તારોને ભારતની સરહદની બહાર દર્શાવવામાં આવ્યા હતા. અમેરિકા જેવા મિત્ર દેશના સત્તાવાર સૈન્ય પ્લેટફોર્મ પરથી ભારતની ભૌગોલિક સરહદોનું આવું ખોટું અને નકારાત્મક ચિત્રણ સામે આવતા સંરક્ષણ નિષ્ણાતો અને રાજદ્વારીઓ આશ્ચર્યમાં મુકાયા છે.
કેમ હટાવવામાં આવ્યું ભારતનું નામ?
અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૧૮માં તત્કાલીન અમેરિકી પ્રશાસન દ્વારા હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના વધતા વૈશ્વિક અને વ્યૂહાત્મક મહત્વને સ્વીકારીને આ કમાન્ડનું નામ બદલીને ‘ઇન્ડો-પેસિફિક કમાન્ડ’ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ ચીનની દાદાગીરી સામે ભારતને મજબૂત ભાગીદાર તરીકે દર્શાવવાનો હતો. જો કે, હવે અચાનક આ નામમાંથી ‘ઇન્ડો’ શબ્દ હટાવીને જૂનું નામ રાખવા પાછળ પશ્ચિમ એશિયા અને વૈશ્વિક રાજનીતિમાં બદલાતા સમીકરણો જવાબદાર હોવાનું મનાય છે. અમેરિકાના આ યુ-ટર્ન અને નકશાની ભૂલને કારણે દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના રાજદ્વારી સંબંધો પર તેની ગંભીર અસરો પડી શકે છે, અને આગામી દિવસોમાં ભારત સરકાર આ બાબતે સત્તાવાર રીતે વિરોધ નોંધાવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ પણ વાંચો: ઇઝરાયેલનું અસ્તિત્વ જ ન હોત જો હું ન હોત!,G7 સમિટમાં ટ્રમ્પે નેતન્યાહુને ખખડાવ્યા

