યુરોપમાં હીટવેવનો કહેર: ફ્રાન્સમાં 1 હજારથી વધુ લોકોના મોત, તાપમાનના તમામ રેકોર્ડ તૂટ્યા

Europe Heatwave Death Toll

Europe Heatwave Death Toll સમગ્ર યુરોપ હાલમાં ભીષણ ગરમી અને હીટવેવની ગંભીર અસરમાં છે. રેકોર્ડબ્રેક ગરમી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. માત્ર ફ્રાન્સમાં છેલ્લા ૧૦ દિવસમાં જ ગરમીને કારણે ૧,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. યુરોપના જે દેશો સામાન્ય રીતે ઠંડા માનવામાં આવતા હતા, ત્યાં પણ પારો ૪૦ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨૪ જૂનથી અત્યાર સુધીમાં થયેલી આ વધારાની ૧,૦૦૦ જેટલી મોત મુખ્યત્વે ૬૫ વર્ષ કે તેથી વધુ વયના લોકોની છે.

Europe Heatwave Death Toll ફ્રાન્સમાં સ્થિતિ ગંભીર

ન્યૂઝ એજન્સી એએફપી (AFP) ના અહેવાલ મુજબ, ‘પબ્લિક હેલ્થ ફ્રાન્સ’ એ સ્પષ્ટ કર્યું છે કે આ મૃત્યુઆંક પ્રાથમિક છે અને વાસ્તવિક આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે. ખાસ કરીને પેરિસ અને તેની આસપાસના ‘आइલ-ડી-ફ્રાન્સ’ વિસ્તારમાં ઘરે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. ફ્રાન્સના અનેક ભાગોમાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું. જોકે, રવિવારથી ગરમીમાં આંશિક ઘટાડો નોંધાવા લાગ્યો છે.

સમગ્ર યુરોપ પર હીટવેવનો પ્રભાવ

આ ઘાતક હીટવેવે માત્ર ફ્રાન્સ જ નહીં, પરંતુ સમગ્ર યુરોપને પોતાની ઝપેટમાં લીધું છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ, હેલ્થકેર અને એનર્જી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે:

  • જર્મની, ડેનમાર્ક અને ચેક રિપબ્લિક: અહીં વીકએન્ડ દરમિયાન તાપમાનના ઓલ-ટાઈમ રેકોર્ડ તૂટ્યા હતા.

  • સ્વિટ્ઝર્લેન્ડ: અહીં જૂન મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે.

  • યુનાઇટેડ કિંગડમ: સપ્તાહની શરૂઆતમાં જ જૂન મહિનાના તાપમાનના તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા હતા.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે માનવસર્જિત ક્લાયમેટ ચેન્જ વગર આ પ્રકારની હીટવેવ લગભગ અશક્ય હતી. સ્થિતિને નિયંત્રિત કરવા માટે પેરિસની હોસ્પિટલ ઓથોરિટીએ તમામ ૩૮ હોસ્પિટલોમાં ઈમરજન્સી પ્લાન એક્ટિવેટ કરી દીધા છે.

આ પણ વાંચો: PM મોદીને સેશેલ્સનો સર્વોચ્ચ સન્માન, ‘ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઈઝન’ એનાયત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *