ગુજરાતમાં મેઘતાંડવ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં તોફાની વરસાદ

Heavy rain in Gujarat

Heavy rain in Gujarat ગુજરાત રાજ્યમાં હાલમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ૩ જુલાઈના રોજ સવારે ૦૬:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીના માત્ર ૧૨ કલાકના ગાળામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.

Heavy rain in Gujarat : મુખ્ય વરસાદી આંકડા (૧૨ કલાકમાં)

  • વઘઈ (ડાંગ): ૩૩૭ મિમી (૧૩.૨૭ ઇંચ)

  • અંબિકા (સુરત): ૩૨૧ મિમી (૧૨.૬૪ ઇંચ)

  • સુબિર (ડાંગ): ૩૦૦ મિમી

  • માળિયા હાટીના (જૂનાગઢ): ૨૯૬ મિમી

  • માંગરોળ (જૂનાગઢ): ૨૯૫ મિમી

સાંજના ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં મેંદરડામાં ૧૧૪ મિમી, માંગરોળમાં ૧૦૨ મિમી અને કેશોદમાં ૧૦૧ મિમી વરસાદ નોંધાતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.

વરસાદની વર્તમાન સ્થિતિ અને અસરો

  • ૨૪ કલાકની સ્થિતિ: છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૭૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

  • જાનહાનિ અને નુકસાન: ભારે વરસાદને પગલે માળિયા હાટીના નજીક મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાલોડ ગામે પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી બે મજૂરોના કરૂણ મોત નિપજ્યાં છે.

  • તંત્રની તૈયારી: જામફરાબાદ અને વેરાવળ બંદર પર સુરક્ષાના ભાગરૂપે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

સિઝનનો વરસાદ અને અન્ય વર્ષો સાથે સરખામણી

રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ સરેરાશ ૭૬.૯૨ મિમી (કુલ સરેરાશના ૮.૪૬%) વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૬૦.૨૪ મિમી અને સૌરાષ્ટ્રમાં ૭૯.૬૩ મિમી સરેરાશ વરસાદ થયો છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું છે, જેનું મુખ્ય કારણ અલ-નીનોની અસર હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: વીજ લાઇન અને ટાવર માટે મળશે બમણું વળતર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *