Vadtal Changa Four-Lane ગુજરાત સરકાર દ્વારા ચરોતર પંથકના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટલાદ, સોજિત્રા અને નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં માળખાગત સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાના હેતુથી રાજ્ય સરકારે ₹61.31 કરોડના માતબર ખર્ચે માર્ગ વિકાસના કામોને વહીવટી મંજૂરી આપી છે. આ નિર્ણયથી આ વિસ્તારના પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે.
Vadtal Changa Four-Lane 10 મીટર સુધી પહોળો થશે માર્ગ: પરિવહન બનશે સુરક્ષિત
આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા રસ્તાની પહોળાઈમાં કરવામાં આવતો વધારો છે:
-
રસ્તાનો વિસ્તાર: ડભોઉ અને મલાતજથી ચાંગા સુધીના હયાત માર્ગની પહોળાઈ હાલના 7 મીટરથી વધારીને 10 મીટર કરવામાં આવશે.
-
ફોર-લેન પ્રોજેક્ટ: ચાંગાથી વડતાલ સુધીના રસ્તાને ફોર-લેન (ચાર માર્ગીય) બનાવવાની મહત્વકાંક્ષી યોજનાને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
કયા માર્ગો બનશે ફોર-લેન?
-
ચાંગા, સંજાયા અને બામરોલીથી વડતાલ સુધીનો મુખ્ય માર્ગ.
-
ચાંગા અને વલેટવા થઈને વડતાલ સુધીનો માર્ગ. આ રસ્તાઓ ફોર-લેન બનવાથી વાહનવ્યવહાર ઝડપી, સુગમ અને સુરક્ષિત બનશે.
વિકાસમાં સાબિત થશે ‘માઈલસ્ટોન’
મંત્રી કમલેશભાઈ પટેલે આ મંજૂરીને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, “આ રસ્તાઓના નિર્માણથી વડતાલ જેવા પ્રખ્યાત ધાર્મિક ધામ અને ચાંગા જેવા મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર સુધીની અવરજવર અત્યંત સરળ બનશે, જે સમગ્ર ચરોતર પંથકના વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.” માર્ગ કનેક્ટિવિટી વધવાથી સ્થાનિક રોજગાર અને વેપાર-ધંધાને પણ મોટો વેગ મળશે.
આ પણ વાંચોઐતિહાસિક સિદ્ધિ: કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય જ્યુડોકા બની અસ્મિતા ડે

