Kaju Makhana Mithai Recipe તહેવારોની સિઝનમાં કે ખાસ પ્રસંગોએ જો તમે ઘરે જ રોયલ અને મોંઘી સ્વીટ જેવો સ્વાદ મેળવવા માંગતા હોવ, તો કાજુ મખાના મીઠાઈ એકદમ બેસ્ટ ઓપ્શન છે. કાજુની રીચનેસ અને મખાનાના પોષક તત્ત્વોથી ભરપૂર આ મીઠાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે, બનાવવામાં પણ એટલી જ સરળ છે. કેસર, એલચી અને સુકા મેવાના ગાર્નિશિંગ સાથે બનતી આ મીઠાઈ મોંમાં મૂકતાં જ ઓગળી જાય છે. બજારની ભેળસેળવાળી મીઠાઈઓ છોડીને આ વખતે ઘરે જ પ્યોર અને પૌષ્ટિક કાજુ મખાના મીઠાઈ બનાવો, જે બાળકોથી લઈને વડીલો સુધી સૌને ખૂબ પસંદ આવશે.
Kaju Makhana Mithai Recipe કાજુ મખાના મીઠાઈ માટે જરૂરી સામગ્રી
-
સામગ્રી: ૧ કપ કાજુ, ½ કપ મખાના, જરૂર મુજબ ખાંડ, જરૂર મુજબ પાણી, સમારેલા પિસ્તા, સમારેલા કાજુ, સમારેલા બદામ અને કેસર.
-
બનાવવાની રીત:
-
સૌ પ્રથમ કાજુને બારીક પાવડરમાં પીસી લો. ત્યારબાદ મખાનાને શેકીને તેને પણ પાવડરમાં પીસી લો અને બાજુ પર રાખો.
-
હવે ખાંડ અને પાણી સાથે એક તારની ખાંડની ચાસણી તૈયાર કરો. તેમાં કાજુ અને મખાનાનો પાવડર ઉમેરો અને મિશ્રણ એકરસ ન થાય ત્યાં સુધી તેને કૂક કરો.
-
તૈયાર થયેલા મિશ્રણને બે ભાગમાં વહેંચો. એક ભાગમાં સમારેલા સૂકા ફળો અને કેસર ઉમેરો અને આ ડ્રાય-ફ્રુટ મિશ્રણમાંથી નાના નાના ગોળા બનાવો.
-
હવે સાદા કાજુના મિશ્રણના ભાગ લઈને તેમાં તૈયાર કરેલા ડ્રાય-ફ્રૂટ બોલ્સ ભરો અને તેને હળવા ચપટા ટિક્કી કે મોદક જેવા આકારમાં વાળી લો. અંતે સિલ્વર ફોઈલથી ડેકોરેટ કરીને સર્વ કરો.
-

