AAP Candidate List ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં 23 ઉમેદવારોના નામ સામેલ છે. ખાસ વાત એ છે કે, પાર્ટીએ સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાના ઉદ્દેશ્ય સાથે વોર્ડ નંબર 10 માંથી પારેખ જય શૈલેષભાઈ (એન્જલ માસી) નામના કિન્નર ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે, જે હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
AAP First Candidate List : મેયર પદ અંગે સ્પષ્ટતા
આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં ભાજપના ભ્રષ્ટ વહીવટના કારણે અનેક સમસ્યાઓ છે. ગત 2021ની ચૂંટણીમાં ‘આપ’ને 21% જેટલા મતો મળ્યા હતા અને એક બેઠક પર વિજય મળ્યો હતો. આ વખતે પણ પક્ષે શિક્ષિત યુવાનો અને સામાજિક કાર્યકરો પર પસંદગી ઉતારી છે.
-
મેયર પદ અંગે: પાર્ટીના જણાવ્યા અનુસાર, ચૂંટણી અગાઉથી કોઈ મેયર પદનો ચહેરો જાહેર કરવામાં નહીં આવે, પરંતુ ચૂંટણી પરિણામો બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોર્પોરેટરો દ્વારા જ સર્વાનુમતે મેયર નક્કી કરવામાં આવશે.
-
ચૂંટણીનું શિડ્યુલ:
-
ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત: 21 સપ્ટેમ્બર 2026
-
ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ: 26 સપ્ટેમ્બર 2026
-
મતદાનની તારીખ: 11 ઓક્ટોબર 2026
-
મતગણતરી અને પરિણામ: 13 ઓક્ટોબર 2026
-
-
કુલ બેઠકો: ગાંધીનગર મનપાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે આ ચૂંટણી યોજાનાર છે.

