તિરુપતિ બાલાજી પ્રસાદ ઘી કૌભાંડમાં EDનો મોટો ખુલાસો, પામ ઓઈલ અને કેમિકલ્સ મિશ્રિત ઘી સપ્લાય કરનારની ધરપકડ

Tirupati Laddu Prasadam Ghee Scam

 Tirupati Laddu Prasadam Ghee Scam વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પવિત્ર લાડુ પ્રસાદ માટે મોકલવામાં આવતા ઘીના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. શુદ્ધ ગાયના ઘીના નામે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ને પામ ઓઈલ, પામ કર્નેલ ઓઈલ અને ખતરનાક કેમિકલ્સ મિશ્રિત કરીને તૈયાર કરાયેલું ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવામાં આવતું હતું. આ મની લોન્ડરિંગ અને ભેળસેળ કેસમાં ED દ્વારા ‘સુકૃતિ ફૂડ્સ’ના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની ધરપકડ કરવામાં આવી છે.

 Tirupati Laddu Prasadam Ghee Scam : ઘીમાં કયા ઘાતક કેમિકલ્સ અને ઓઈલ ?

ED ની તપાસ અનુસાર, ગાયના શુદ્ધ ઘીના નામે સપ્લાય કરાતી આ પ્રોડક્ટમાં શુદ્ધ ગાયનું ઘી નહિવત પ્રમાણમાં હતું. તેના બદલે રિફાઈન્ડ પામ ઓઈલ, પામ કર્નેલ ઓઈલ અને પામોલીન જેવા વનસ્પતિ તેલો ઉપરાંત MG-90, મોનોગ્લિસરાઈડ્સ, માયવેસિટ સોફ્ટ 400 અને એસિટીક એસિડ એસ્ટર જેવા કેમિકલ્સ ભેળવવામાં આવતા હતા. આ ઘાતક કેમિકલ્સ અને તેલના મિશ્રણને “એગમાર્ક સ્પેશિયલ ગ્રેડ કાઉ ઘી” નું ખોટું લેબલ લગાવીને TTD ને સપ્લાય કરી દેવામાં આવતું હતું.

  • ₹230 કરોડનું મોટું કૌભાંડ: ED ની તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2019 થી 2024 વચ્ચે TTD ને કરવામાં આવેલી કુલ ઘી સપ્લાયની કિંમત આશરે ₹230 કરોડ જેટલી હતી.

  • કૈલાશ ચંદ મંગલાની ભૂમિકા: કુલ સપ્લાયમાંથી ₹96 કરોડનું ભેળસેળયુક્ત ઘી કૈલાશ ચંદ મંગલાએ પોતાની ફેક્ટરીમાં જ તૈયાર કરાવ્યું હતું. મંગલાએ માત્ર ઘી તૈયાર નથી કર્યું પરંતુ ભેળસેળ માટેના કેમિકલ્સની ખરીદી અને આગળના સપ્લાય નેટવર્કનું પણ મુખ્યસૂત્રધાર તરીકે સંચાલન કર્યું હતું.

વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પવિત્ર લાડુ પ્રસાદ માટે મોકલવામાં આવતા ઘીના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. શુદ્ધ ગાયના ઘીના નામે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ને પામ ઓઈલ, પામ કર્નેલ ઓઈલ અને ખતરનાક કેમિકલ્સ મિશ્રિત કરીને તૈયાર કરાયેલું ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવામાં આવતું હતું.

સોમનાથ મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી પેકિંગમાં મળશે પ્રસાદ, પ્લાસ્ટિક મુક્ત પહેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *