BJP National Team Announcement ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમની જાહેરાત કરવામાં આવી દેવામાં આવી છે. આ નવી ટીમમાં પાર્ટીના અનેક દિગ્ગજ ચહેરાઓ અને અનુભવી નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
भारतीय जनता पार्टी की राष्ट्रीय टीम के सभी नवनियुक्त पदाधिकारियों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
अनुभव और ऊर्जा से समृद्ध यह टीम आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन में संगठन को नई गति प्रदान करेगी। मुझे पूर्ण विश्वास है कि टीम के सभी सदस्य, कार्यकर्ता भाव… pic.twitter.com/bvSxIZIRtW
— Nitin Nabin (@NitinNabin) August 17, 2026
BJP National Team Announcement નવી ટીમમાં કયા મોટા ચહેરાઓને શું જવાબદારી મળી?
ભાજપના સંગઠનમાં કરવામાં આવેલા આ નવા ફેરફારો અંતર્ગત પ્રમુખ નેતાઓની વરણી નીચે મુજબ કરવામાં આવી છે:
-
વસુંધરા રાજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ:
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. -
રામ માધવની પાર્ટીમાં વાપસી:
ભાજપના દિગ્ગજ નેતા રામ માધવની પક્ષમાં પુનઃ વાપસી થઈ છે અને તેમને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે. -
સ્મૃતિ ઈરાની રાષ્ટ્રીય મહામંત્રી:
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ભાજપ સંગઠનમાં મહત્વની ભૂમિકા આપતા રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. -
અન્ય નેતાઓની નિમણૂક:
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત અને ઓડિશાના બૈજયંત જય પાંડાને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ નવી ટીમની જાહેરાત સાથે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને સંગઠનાત્મક રણનીતિને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે.

