ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી: ભાજપમાં જોડાતા જ રાષ્ટ્રીય OBC મોરચામાં મળી મોટી જવાબદારી

Yuzvendra Chahal Joins BJP:

Yuzvendra Chahal Joins BJP: ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હવે રાજકારણમાં પોતાની નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગયા છે. પાર્ટીમાં સામેલ થવાની સાથે જ ભાજપ દ્વારા ચહલને ઓધર બેકવર્ડ ક્લાસ (OBC) મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સ્પેશિયલ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા યુઝવેન્દ્ર ચહલને આ જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીનો ખેસ ધારણ કરતા પહેલા ચહલે પાર્ટીના OBC મોરચાના અધ્યક્ષ અમરપાલ મૌર્ય સાથે મુલાકાત કરી હતી.

Yuzvendra Chahal Joins BJP: અગાઉ હરભજનસિંહને પણ મળી હતી જવાબદારી

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ભાજપ દ્વારા પૂર્વ ક્રિકેટર અને સ્ટાર ઓફ સ્પિનર હરભજનસિંહને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. હરભજનસિંહને પંજાબ વિધાનસભા ચૂંટણી સંદર્ભે મહત્વની ભૂમિકા સોંપાઈ હતી. હવે યુઝવેન્દ્ર ચહલના જોડાવાથી રાજકીય અને રમતગમત વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.યુઝવેન્દ્ર ચહલે ક્રિકેટના મેદાન બાદ હવે રાજકારણમાં પણ નવી ઇનિંગ્સ શરૂ કરી છે.  (BJP)એ તેમને રાષ્ટ્રીય OBC મોરચાની કાર્યકારિણીમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નિર્દેશ પર કરવામાં આવેલી સંગઠનાત્મક નિમણૂકોમાં ચહલનું નામ સામેલ કરવામાં આવ્યું છે.

Yusuf Pathan Plot Row: યુસુફ પઠાણને પ્લોટ ફાળવણીના નિર્ણયના સમર્થનમાં પરિમલ નાથવાણી, વિરોધીઓને કરી અપીલ