ગુજરાત માટે મોટા સમાચાર! 2027માં સુરતથી વાપી વચ્ચે દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, 280 કિમીની ઝડપે કરશે સફર

Surat Vapi Bullet Train

ગુSurat Vapi Bullet Train  જરાત સહિત દેશના કરોડો લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન સેવા 2027ના અંતિમ ત્રિમાસિક ગાળામાં શરૂ કરવાનું આયોજન છે. શરૂઆતમાં સુરતથી વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે.

Surat Vapi Bullet Train સુરત-વાપી સેક્શનથી થશે શરૂઆત

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તબક્કાવાર આગળ વધી રહ્યું છે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં સુરત-વાપી વચ્ચે સેવા શરૂ થશે. ત્યારબાદ સમગ્ર મુંબઈ-અમદાવાદ કોરિડોરને તબક્કાવાર કાર્યરત કરવામાં આવશે.

આનો અર્થ એ છે કે 2027માં આખા અમદાવાદ-મુંબઈ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ થવાની નથી. શરૂઆત માત્ર સુરત-વાપી સેક્શનથી થશે.

Surat Vapi Bullet Train 280 કિમીની ઝડપે દોડશે સ્વદેશી ટ્રેન

ભારતમાં તૈયાર થઈ રહેલી B28 ટ્રેનસેટ 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે બનાવવામાં આવી રહી છે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) અને BEML દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

ટ્રેનના પ્રથમ બોડી ફ્રેમનું નિર્માણ પૂર્ણ થયું છે. હાલમાં તેનું સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 2027ના મધ્યમાં ટ્રેક ટ્રાયલ શરૂ થવાની અપેક્ષા છે.

આઠ સ્ટેશનોનું સિવિલ કામ પૂર્ણ

રેલવે મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે, બુલેટ ટ્રેન કોરિડોરનાં આઠ સ્ટેશનોનું સિવિલ બાંધકામ પૂર્ણ થયું છે. હાલમાં ત્યાં આર્કિટેક્ચરલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે.

સાબરમતી, સુરત અને થાણે ખાતે ટ્રેનના મેઇન્ટેનન્સ ડેપોનું કામ પણ પ્રગતિમાં છે.

21 કિમી લાંબી ટનલમાં 7 કિમી દરિયાની નીચેથી

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર વિસ્તારમાં 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે. તેમાંથી આશરે 7 કિલોમીટરનો ભાગ થાણે ક્રીકની નીચેથી પસાર થશે.

આ ભારતની પ્રથમ અંડર-સી રેલવે ટનલ બનશે. આ ટનલના નિર્માણ માટે બે વિશાળ ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રોજેક્ટમાં ઝડપથી આગળ વધી રહ્યું છે કામ

સપ્ટેમ્બર સુધીમાં કોરિડોર પર 456 કિલોમીટરના પિલરનું કામ અને 371 કિલોમીટરના વાયાડક્ટનું બાંધકામ પૂર્ણ થયું હતું. 299 કિલોમીટરના વિસ્તારમાં આશરે 6 લાખ નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત 206 કિલોમીટરના વાયાડક્ટ પર 9,300 ઓવરહેડ ઇક્વિપમેન્ટ માસ્ટ લગાવવામાં આવ્યા છે. ચાર પહાડી ટનલનું ખોદકામ પણ પૂર્ણ થયું છે.

આ પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની હાઈસ્પીડ મુસાફરીને નવી દિશા મળશે. જોકે, શરૂઆતમાં મુસાફરોને સુરતથી વાપી વચ્ચે જ બુલેટ ટ્રેનની સુવિધા મળશે.

 

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી: ભાજપમાં જોડાતા જ રાષ્ટ્રીય OBC મોરચામાં મળી મોટી જવાબદારી