ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 5થી વધુ લોકોનાં મોતની આશંકા

Bhuj Khavda Highway Accident

Bhuj Khavda Highway Accident  કચ્છ જિલ્લાના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં પાંચથી વધુ લોકોનાં મોત થયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Bhuj Khavda Highway Accident કારના ફુરચા ઊડી ગયા

પ્રાથમિક અહેવાલો અનુસાર, કાર અને ટ્રેલર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માતની ભયાનકતાને કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાસ્થળે મૃતદેહો વેરવિખેર થયાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે.

એક જ પરિવારના સભ્યો હોવાની આશંકા

અહેવાલો મુજબ, કારમાં એક જ પરિવારના અનેક સભ્યો સવાર હોવાની આશંકા છે. જોકે, કારમાં કુલ કેટલા લોકો હતા અને મૃતકોની ચોક્કસ સંખ્યા કેટલી છે તે અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

અકસ્માતનું કારણ જાણવા તપાસ જરૂરી

અકસ્મત કયા સંજોગોમાં સર્જાયો અને કાર તથા ટ્રેલર વચ્ચે ટક્કર કેવી રીતે થઈ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. મૃતકોની ઓળખ, ઈજાગ્રસ્તોની સંખ્યા અને અકસ્માતના કારણ અંગે પોલીસ અથવા વહીવટી તંત્રની સત્તાવાર માહિતી મળ્યા બાદ વધુ વિગતો સામે આવશે.

 

Yusuf Pathan Plot Row: યુસુફ પઠાણને પ્લોટ ફાળવણીના નિર્ણયના સમર્થનમાં પરિમલ નાથવાણી, વિરોધીઓને કરી અપીલ