શું વિઝિટર વિઝા પર કેનેડામાં કામ કરી શકાય? જાણો IRCCની કડક ચેતવણી વિશે!

IRCC Warning

IRCC Warning કેનેડામાં કામ કરતા ભારતીય કામદારોએ ત્યાંના કાયદા અને નિયમોથી સચેત રહેવું અત્યંત જરૂરી છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા અનધિકૃત કામને લઈને એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરવામાં આવી છે. વિદેશી કામદારોને ખાસ યાદ અપાવવામાં આવ્યું છે કે તેમની પાસે માન્ય કાનૂની દરજ્જો (Legal Status) હોવો આવશ્યક છે અને તેમણે વર્ક પરમિટની તમામ આવશ્યકતાઓનું કડક પાલન કરવું પડશે, અન્યથા ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

IRCC Warning on Unauthorized Work: કેનેડામાં વિઝિટર વિઝા કે eTA પર કામ કરવું ગેરકાયદેસર

કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય કામદારો નોકરી કરી રહ્યા છે, ત્યારે દેશનિકાલ (Deportation) અને કેનેડામાં પ્રવેશ પર પ્રતિબંધ જેવા ગંભીર દંડથી બચવા માટે આ માર્ગદર્શિકાથી વાકેફ રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેનેડામાં કાયદેસર રીતે કામ કરવા માટેનું પ્રથમ પગલું માન્ય વર્ક પરમિટ મેળવવાનું છે. માત્ર વિઝિટર વિઝા અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (eTA) ધરાવવાથી કોઈપણ વ્યક્તિને કેનેડામાં કામ કરવાનો કાનૂની અધિકાર મળતો નથી.

વર્ક પરમિટની શરતોનું પાલન કરવું અનિવાર્ય

IRCC દ્વારા સોશિયલ મીડિયા પર જારી કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કામદારોએ પોતાની વર્ક પરમિટની શરતો કાળજીપૂર્વક વાંચવી જોઈએ, કારણ કે તેમાં નોકરીના પ્રકાર,સ્થળ અને સમયને લગતા ચોક્કસ પ્રતિબંધો અને નિયમો સામેલ હોય છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વિદેશી કામદારો સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.

બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, પ્રદેશ કોંગ્રેસે આખું જિલ્લા માળખું કર્યું રદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *