Gujarat Security Threat રાજ્યમાં સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ગાંધીનગરનું મહાત્મા મંદિર તેમજ વાડીનારથી ન્યારા રિફાઇનરી અને સિક્કાથી જામનગર સુધીના મહત્વપૂર્ણ પોર્ટ અને રિફાઇનરી સંકુલોને ડ્રોન તથા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ થઈ ગઈ છે. આ ઘટના બાદ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.
Gujarat Security Threat: ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ દ્વારા ધમકી
પ્રાપ્ત વિગતો અનુસાર, આવેલા ધમકીભર્યા ઈ-મેઈલમાં ‘ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ’ અને અન્ય વિવાદાસ્પદ ઉલ્લેખો સાથે ગંભીર ધમકીઓ આપવામાં આવી છે. ખાસ કરીને આ ઈ-મેઈલમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બપોરે 3:11 વાગ્યે હુમલો કરવાનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સુરક્ષા એજન્સીઓ અને સાયબર ક્રાઈમ ટીમ દ્વારા આ ઈ-મેઈલ મોકલનાર શખ્સો અને તેના IP એડ્રેસ અંગેની તપાસ સઘન બનાવવામાં આવી છે. કોર્ટ પરિસરમાં, રિફાઇનરી વિસ્તારોમાં તેમજ મહાત્મા મંદિરની આસપાસ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને બિનજરૂરી અવરજવર પર પ્રતિબંધ મૂકીને સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે.
રાજ્યમાં સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ગાંધીનગરનું મહાત્મા મંદિર તેમજ વાડીનારથી ન્યારા રિફાઇનરી અને સિક્કાથી જામનગર સુધીના મહત્વપૂર્ણ પોર્ટ અને રિફાઇનરી સંકુલોને ડ્રોન તથા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ થઈ ગઈ છે. આ ઘટના બાદ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.ધમકીભર્યા ઈ-મેઈલમાં ‘ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ’ અને અન્ય વિવાદાસ્પદ ઉલ્લેખો સાથે ગંભીર ધમકીઓ આપવામાં આવી છે. ખાસ કરીને આ ઈ-મેઈલમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બપોરે 3:11 વાગ્યે હુમલો કરવાનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

