Rojaroji Historical Building મહેમદાવાદના રોજારોજી ઐતિહાસિક વારસાની જાળવણી અને રક્ષણ માટે તંત્ર હવે સક્રિય બન્યું છે. અગાઉ પત્રકાર મુસ્તાક મલેક દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ સેન્ટ્રલ પુરાતત્વ વિભાગ દ્વારા સત્વરે કદમ ઉઠાવવામાં આવ્યા છે. સેન્ટ્રલ પુરાતત્વ અધિકારી રીઝવાન પટેલે તાત્કાલિક સ્થળ મુલાકાત લઈને ક્ષતિગ્રસ્ત ભાગનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કર્યું હતું.

Rojaroji Historical Building : પુરાતત્વ અધિકારી રીઝવાન પટેલ દ્વારા સ્થળ તપાસ
મહેમદાવાદના આ મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળની મુલાકાત દરમિયાન પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
-
સ્થળ મુલાકાત અને મૂલ્યાંકન: સેન્ટ્રલ પુરાતત્વ અધિકારી રીઝવાન પટેલે જાતે સ્થળ પર પહોંચીને ક્ષતિગ્રસ્ત (ડેમેજ થયેલા) ભાગનું બારીકાઈથી મૂલ્યાંકન કર્યું હતું.
-
સર્વે રિપોર્ટ તૈયાર: તૂટેલા અથવા નુકસાન પામેલા ભાગની વિગતવાર તપાસ કરીને વિભાગ દ્વારા સત્વરે એક વિગતવાર સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
-
મરામતની ખાતરી: ઐતિહાસિક ધરોહરને વધુ નુકસાન ન થાય અને તેની ભવ્યતા જળવાઈ રહે તે માટે વહેલી તકે મરામત (રિપેરિંગ) નું કામ શરૂ કરવાની સત્તાવાર ખાતરી આપવામાં આવી છે.

નોંઘનીય છે કે પાંચ દિવસ પહેલા મહેમદાવાદની આગવી ઓળખ સમાન અને ઐતિહાસિક ધરોહર ધરાવતી પ્રસિદ્ધ ઇમારત ‘રોજારોજી’ (Rojaroji) નો એક ભાગ ભારે વરસાદના લીધે તૂટી પડ્યો છે. સતત વરસી રહેલા વરસાદ અને નબળા પડેલા માળખાને કારણે આ ઇમારતની નીચેની પાળીનો ભાગ ધરાશાયી થયો હતો. જોકે, સદનસબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી, જેના કારણે તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

