Rahul Gandhi Press Conference Election Commission દેશમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ ઉપર અત્યંત ગંભીર અને સીધા આક્ષેપો કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે દેશમાં લોકશાહીના મૂળભૂત ઢાંચા પર હુમલો થઈ રહ્યો છે અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓમાં મોટાપાયે વોટ ચોરી કરવામાં આવી છે.
Rahul Gandhi Press Conference Election Commission ભાજપ સામે એન્ટી-ઇન્કંબન્સી કેમ કામ નથી કરતી?
રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે ભારતીય રાજકારણમાં સામાન્ય રીતે કોઈપણ સરકાર સામે સત્તા વિરોધી લહેર (એન્ટી-ઇન્કંબન્સી) જોવા મળતી હોય છે. ઐતિહાસિક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશ યુદ્ધ જીત્યા બાદ ઈન્દિરા ગાંધી જેવા દિગ્ગજ નેતા પણ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટી સામે આ પ્રકારની લહેર કેમ ગાયબ થઈ જાય છે? તેમણે કહ્યું કે આ એક મોટો સવાલ છે જેની ગંભીરતા સમજવી જરૂરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર સીધું નિશાન
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચની કામગીરી સામે પણ કડાકા ભડાકા કર્યા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવતા દાવો કર્યો કે તંત્રની પક્ષપાતી નીતિઓના કારણે નિષ્પક્ષ ચૂંટણી યોજવી મુશ્કેલ બની રહી છે.
દેશમાં લોકશાહીના અસ્તિત્વ સામે ખતરો
આ પ્રસંગે વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે જો સમયસર આ મામલે જાગૃત નહીં થાય તો દેશની લોકશાહી વ્યવસ્થાને મોટું નુકસાન થઈ શકે છે. તેમણે સામાન્ય જનતા અને વિપક્ષી પાર્ટીઓને એક થઈને આ વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી આગામી સમયમાં ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જળવાઈ રહે.

