ભૂતાનમાં ગ્લેશિયર ફાટતાં પૂરનું જોખમ વધ્યું,10 હજારથી વધુ લોકોને સુરક્ષિત ખસેડાયા

Bhutan Shintafu Lake GLOF

Bhutan Shintafu Lake GLOF ભૂતાનમાં શિન્તાફૂ તળાવમાંથી અચાનક પાણી બહાર નીકળતાં આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પાણીનો પ્રવાહ પશ્ચિમ બંગાળ સુધી પહોંચવાની આશંકા વચ્ચે અલીપુરદ્વાર જિલ્લામાં વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કરીને ૧૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.

હિમાલયના પહાડી વિસ્તારોમાં ગ્લેશિયર પીગળવાથી બનતાં તળાવો ક્યારેક મોટી આફતનું કારણ બની શકે છે. ભૂતાનમાં આવી જ સ્થિતિ સર્જાતાં ભારતના સરહદી વિસ્તારોમાં પણ ચિંતા વધી છે. અચાનક પાણીનો પ્રવાહ વધવાથી નદી કિનારે રહેતા લોકોની સુરક્ષાને લઈને તંત્રએ તાત્કાલિક પગલાં લીધાં છે. શાળાઓ અને સામુદાયિક ભવનોને રાહત કેન્દ્રોમાં ફેરવી દેવામાં આવ્યાં છે, જ્યારે NDRF અને SDRFની ટીમોને બચાવ કામગીરી માટે તૈયાર રાખવામાં આવી છે. જોકે, બાદમાં કેટલાક વિસ્તારોમાં પૂરનાં પાણીનો પ્રવાહ ઘટ્યો હોવાના અને ભારતીય વિસ્તારમાં તમામ લોકો સુરક્ષિત હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.

Bhutan Shintafu Lake GLOF: તળાવમાંથી અચાનક પાણી નીકળતાં ખળભળાટ

ભૂતાનમાં શિન્તાફૂ તળાવમાંથી અચાનક મોટા પ્રમાણમાં પાણી બહાર નીકળતાં અનેક વિસ્તારોમાં નુકસાનની સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) સાથે જોડીને જોવામાં આવી રહી છે. ગ્લેશિયરમાંથી બનતાં તળાવની દીવાલ તૂટે અથવા પાણી અચાનક બહાર નીકળે ત્યારે ભારે ઝડપે પાણી નીચેના વિસ્તારો તરફ ધસી આવે છે, જેના કારણે નદીમાં પાણીનું સ્તર અચાનક વધી શકે છે. ભૂતાનમાં સર્જાયેલી આ સ્થિતિની અસર ભારતના પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં થવાની આશંકા હતી, જેને પગલે અલીપુરદ્વાર જિલ્લાના કુમારગ્રામ વિસ્તારમાં પૂરનું જોખમ વધતાં તંત્રએ ત્વરિત પગલાં લીધાં હતાં.

રશિયાનો નીપ્રો રેલવે સ્ટેશન પર ભીષણ ડ્રોન હુમલો: 13 લોકોના મોત