Gujarat Schools Diwali Vacation 2026: ગુજરાત રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે દિવાળી વેકેશનની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર, આ શૈક્ષણિક વર્ષમાં દિવાળી વેકેશન ૫ નવેમ્બરથી ૨૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી કુલ ૨૧ દિવસનું રહેશે. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ૨૬ નવેમ્બર, ૨૦૨૬થી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે. આ વેકેશન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ નક્કી કરવામાં આવ્યું છે
Gujarat Schools Diwali Vacation 2026: અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય ૧૯ નવેમ્બરથી થશે પુનઃ શરૂ
રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વેકેશનની તારીખોમાં એકરૂપતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO) ને પરસ્પર સંકલન કરીને વેકેશનનો અમલ કરાવવા જણાવ્યું છે. આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાળ અધ્યાપન મંદિરો તેમજ સ્વનિર્ભર PTC કોલેજો અને તેના તાબા હેઠળની તમામ સ્કૂલોને આ પરિપત્ર મુજબ જરૂરી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.
બીજી તરફ, તમામ અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. NCTE ના ધારાધોરણો મુજબ પ્રથમ વર્ષ માટે નિર્ધારિત કરવામાં આવેલા કાર્ય દિવસો પૂર્ણ કરવાના હોવાથી, તમામ અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય ૧૯ નવેમ્બર ૨૦૨૬થી પુનઃ શરૂ કરી દેવામાં આવશે. ગુજરાત રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે દિવાળી વેકેશનની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર, આ શૈક્ષણિક વર્ષમાં દિવાળી વેકેશન ૫ નવેમ્બરથી ૨૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી કુલ ૨૧ દિવસનું રહેશે. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ૨૬ નવેમ્બર, ૨૦૨૬થી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે

