મધ્યપ્રદેશના શિવપુરીમાં દર્દનાક દુર્ઘટના, કુવામાં કૂદીને 6 લોકોએ જીવન ટૂંકાવ્યું

Shivpuri Sisters Suicide Tragedy

Shivpuri Sisters Suicide Tragedy મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને હચમચાવી નાખતી દુર્ઘટના સામે અહીં બે સગી બહેનોએ પારિવારિક આઘાત અને પરસ્પરના ગાઢ લગાવના કારણે બે અલગ-અલગ જગ્યાએ પોતાના માસૂમ બાળકો સાથે કુવામાં કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. આ ભયાનક કરુણાંતિકામાં ગર્ભવતી મહિલા સહિત કુલ 6 લોકોના દર્દનાક મોત થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો છે.

Shivpuri Sisters Suicide Tragedy: પતિના અકસ્માત બાદ અંજલિનું આત્યંતિક પગલું

આ દુર્ઘટનાની શરૂઆત બુધવારે શિવપુરીના બૈરાડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગુંગરગાંવથી થઈ હતી. અહીં 35 વર્ષીય અંજલિ રાવત નામના મહિલાએ અંદાજે દોઢ મહિના પહેલા એક માર્ગ અકસ્માતમાં ગુમાવેલા પોતાના પતિ ધરમવીર સિંહ રાવતના શોક અને ભારે માનસિક તણાવમાં આવીને આ ખૌફનાક પગલું ભર્યું હતું. અંજલિએ પહેલા પોતાની ત્રણ દીકરીઓને કુવા તરફ ધકેલી દીધી અને પોતે પોતાના 6 વર્ષના માસૂમ પુત્ર પ્રશાંતને ખોળામાં લઈને કુવામાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, અંજલિની સૌથી મોટી દીકરી મોનિકાએ અદ્ભુત સૂઝબૂઝ અને હિંમત દાખવીને પોતાની તથા અન્ય બે નાની બહેનોનો જીવ બચાવી લીધો હતો અને તાત્કાલિક ઘરે દોડી જઈને પરિવારજનોને આ અંગેની જાણ કરી હતી. પરિવારજનોએ ઘટનાસ્થળે પહોંચીને અંજલિ અને પ્રશાંતને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને બંનેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.

બહેનના વિયોગમાં 8 મહિનાની ગર્ભવતી બહેન સીતાનો આપઘાત

આ કાળજું કંપાવનારી ઘટનાના ઘા હજુ રૂઝાયા પણ નહોતા ત્યાં બીજી એક ગંભીર દુર્ઘટના સામે આવી, જે પહેલી ઘટના સાથે જ જોડાયેલી હતી. મૃતક અંજલિની સગી બહેન 40 વર્ષીય સીતા રાવત (જેઓ 8 મહિનાથી ગર્ભવતી હતી) પોતાની બહેનના અકાળે અવસાનનો આઘાત સહન કરી શકી નહીં. બહેનના વિયોગ અને ભારે દુઃખમાં ડૂબેલી સીતા બુધવારે સાંજે પોતાના ત્રણ બાળકો – 14 વર્ષીય રાખી, 11 વર્ષીય પ્રિયંકા અને 6 વર્ષીય શ્લોક સાથે સેસાઈ ગામની સીમમાં આવેલા એક ખેતરે ગઈ હતી. સાંજે લાંબા સમય સુધી તેઓ પરત ન ફરતા પરિવારે ચિંતાતુર થઈને શોધખોળ શરૂ કરી હતી, જ્યાં એક કુવા પાસે તેમના ચંપલ અને પાણીમાં એક બાળકની લાશ નજરે પડી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે રાત્રે અંદાજે 11 વાગ્યે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને સીતા અને તેમના ત્રણેય બાળકોના શબ કુવામાંથી બહાર કાઢ્યા હતા. ગર્ભવતી હોવાના કારણે આ દુર્ઘટનામાં ગર્ભસ્થ બાળકના પણ મોત સાથે જાનહાનિનો આંકડો વધી ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ: ભીલડીથી કેવડિયા સુધીના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત