વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ: ભીલડીથી કેવડિયા સુધીના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

PM Narendra Modi Gujarat Visit Banaskantha

PM Narendra Modi Gujarat Visit Banaskantha Kevadia 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ બનાસકાંઠાના ભીલડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) કેવડિયા ખાતે અનેક ભવ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન મોદી ૩૦ અને ૩૧ ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે. તેમની મુલાકાતના બીજા દિવસે ૩૧ ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દેશના પ્રથમ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર છે.

PM Narendra Modi Gujarat Visit Banaskantha Kevadia 2026: પીએમ-કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રીલિઝ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના ભીલડીમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં પીએમ-કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રજૂ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, દેશભરના પાત્ર ખેડૂત પરિવારોના ખાતામાં નાણાકીય સહાય સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. ગુજરાતના કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹૧,૦૫૧ કરોડથી વધુની રકમ મળશે. તેમણે ભીલડીમાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કર્યા પછી આ માહિતી આપી હતી.

આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી થરાદ અને રાધનપુરમાં બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવી રહેલા બે કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. આ પ્લાન્ટમાં ગાયના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવશે. આ બે પ્લાન્ટ કાર્યરત થયા પછી બનાસ મોડેલ હેઠળ બાયો-CNG પ્લાન્ટની સંખ્યા છ થઈ જશે. વડાપ્રધાન ૩૦ ઓક્ટોબરે ભારત ગાયોના સંવર્ધન અને સંશોધન કેન્દ્ર (BBBRC)નું પણ ઉદ્ઘાટન કરશે, જે ₹૩૨૮.૭૭ કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે.

 કેવડિયામાં યોજાશે ભવ્ય એકતા પરેડ

બનાસકાંઠાના કાર્યક્રમો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરની સાંજે કેવડિયા પહોંચશે. અહીં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. કેવડિયામાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિશેષ એકતા પરેડ યોજાશે. આ વખતે પહેલીવાર એકતા પરેડ સાંજના સમયે યોજાવાની છે, જે આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ કાર્યક્રમની સાથે રાજ્યભરમાં ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો  હવે સરકારી દાખલા પર સિક્કો કરાવવા કચેરીએ જવું નહીં પડે: ડિજિટલ પ્રમાણપત્રો પર જ મળશે ઓફિશિયલ રાઉન્ડ સીલ!