ગુજરાતમાં આયુષ દવાઓની ગુણવત્તા સામે સવાલ: આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાના 21 સેમ્પલ ફેલ

Ayush Medicine Quality

Ayush Medicine Quality અંગે રાજ્યસભામાં રજૂ કરાયેલા અહેવાલે ગુજરાતના ફાર્મા ઉદ્યોગમાં ચિંતા ઊભી કરી છે. અહેવાલ અનુસાર, ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનાં કુલ 21 સેમ્પલ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહ્યાં છે. આ દવાઓને સરકારે ‘નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી’ (NSQ) જાહેર કરી છે. આ આંકડા આયુષ દવાઓની ગુણવત્તા અને તેની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.

લોકોમાં આયુર્વેદ અને અન્ય પરંપરાગત સારવાર પદ્ધતિઓ પ્રત્યેનો વિશ્વાસ વધી રહ્યો છે. ખાસ કરીને કેમિકલ મુક્ત સારવારની આશાએ ઘણા લોકો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે. જોકે, ગુણવત્તા પરીક્ષણમાં સેમ્પલ નિષ્ફળ જવાની ઘટના દવાઓની શુદ્ધતા અંગે ચિંતા વધારે છે.

Ayush Medicine Quality: ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

રાજ્યસભામાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ, આયુષ દવાઓનાં સૌથી વધુ સેમ્પલ નિષ્ફળ થવાના મામલે હિમાચલ પ્રદેશ પ્રથમ, ઉત્તરાખંડ બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે છે.

આંકડા અનુસાર, હિમાચલ પ્રદેશમાં 185 દવાઓનાં સેમ્પલ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહ્યાં છે. ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 155 દવાઓનાં સેમ્પલ ફેલ થયાં છે. જ્યારે ગુજરાતમાં 21 દવાઓનાં સેમ્પલ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો પર ખરાં ઉતર્યાં નથી.

અહેવાલમાં મધ્યપ્રદેશ, ઓડિશા, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, મેઘાલય, ગોવા, છત્તીસગઢ અને હરિયાણા સહિતનાં રાજ્યોમાં એક પણ આયુષ દવાનું સેમ્પલ નિષ્ફળ ન ગયાનું જણાવાયું છે.

દવાઓમાં ભેળસેળ અંગે ગંભીર ચિંતા

અહેવાલમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓમાં ભારે ધાતુઓ તેમજ એલોપેથીક દવાઓના ગેરકાયદે મિશ્રણ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આર્સેનિક, પારો અને સીસા જેવી ધાતુઓનું પ્રમાણ વધુ હોય તો માનવ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

આ સ્થિતિમાં દવાઓનું નિયમિત લેબોરેટરી પરીક્ષણ, ગુણવત્તા નિયંત્રણ અને નિયમોનો ભંગ કરતી કંપનીઓ સામે કાર્યવાહી જરૂરી બની છે. જોકે, રજૂ કરેલી માહિતીમાં ગુજરાતમાં નિષ્ફળ ગયેલા 21 સેમ્પલનાં નામ, કંપનીઓ અને તેમાં કઈ પ્રકારની ખામી મળી તેની વિગત આપવામાં આવી નથી.

Gujarat Cancer Cases: પાંચ વર્ષમાં 2.07 લાખનાં મોત