ઠાસરાના સૈયદ શાહનવાઝ આસીફઅલી મિસબાહી મૌલાના બન્યા, વતન પરત ફરતાં ટ્રસ્ટીઓએ ફૂલહારથી કર્યું સ્વાગત

આસીફઅલી

ખેડા જિલ્લાના ઠાસરા શહેર માટે ગૌરવની વાત સામે આવી છે. શહેરના સૈયદ સમાજના યુવાન સૈયદ શાહનવાઝ આસીફઅલી મિસબાહીએ ઉત્તર પ્રદેશના મુબારકપુર સ્થિત મદ્રેસામાં ઇસ્લામી શિક્ષણ પ્રાપ્ત કરી મૌલાના તરીકેની ઓળખ મેળવી છે. તેઓ અભ્યાસ પૂર્ણ કરીને આજે પોતાના વતન ઠાસરા પરત ફર્યા હતા.

શાહનવાઝ આસીફઅલી વતન પરત ફરતાં સ્વાગત કરાયું

મૌલાના સૈયદ શાહનવાઝ આસીફઅલી મિસબાહી ઠાસરા પહોંચતાં ઈદગાહ, કબ્રસ્તાન, દરગાહ અને મસ્જિદ વકફ કમિટી (B/318/ખેડા/ઠાસરા)ના ટ્રસ્ટીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટીઓએ તેમને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમની ધાર્મિક શિક્ષણની સફરને બિરદાવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.

ટ્રસ્ટીઓએ પાઠવી શુભકામનાઓ

સ્વાગત સમારોહમાં ટ્રસ્ટી સૈયદ સાદિકઅલી એન્જિનિયર, સૈયદ શોકતઅલી, સૈયદ મુસ્તાકઅલી અને મલેક મુસ્તુફામિયાં ઉપસ્થિત રહ્યા હતા.મૌલાના તરીકે વતન પરત ફરેલા શાહનવાઝ આસીફઅલી મિસબાહીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

 

Gujarat BJP દિવાળી સ્નેહમિલન: ભૂપેન્દ્ર પટેલ સાથે રોહન ગુપ્તાને મંચ પર વિશેષ સ્થાન