પ્રેમલગ્ન કરનાર યુગલો માટે મોટા રાહતના સમાચાર: ગુજરાત હાઇકોર્ટે કહ્યું- પુખ્ત વયના યુગલના જીવનમાં પરિવાર કે પોલીસ દખલ કરી શકે નહીં

Gujarat High Court Love Marriage

Gujarat High Court Love Marriage જ્યારે કોઈ પુખ્ત વયના યુવક અને યુવતીઓ પોતાની મરજીથી પોતાના જીવનસાથીની પસંદગી કરીને લગ્ન કરે છે, ત્યારે તેમના કાયદાકીય હકો અને અંગત સ્વાતંત્ર્યની રક્ષા બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક અત્યંત મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ફરમાન કર્યું છે કે, જો યુવક અને યુવતી કાયદાકીય રીતે પુખ્ત હોય અને તેઓએ સ્વેચ્છાએ પ્રેમલગ્ન કર્યા હોય, તો તેમના અંગત તથા વૈવાહિક જીવનમાં પરિવાર કે પોલીસ કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકે નહીં.

Gujarat High Court Love Marriage ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ રક્ષણની અરજી મંજૂર

પ્રાપ્ત વિગતો અનુસાર, કાયદાકીય રીતે પુખ્ત વયના એક યુવક અને યુવતીએ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા અને કાયદેસર રીતે તેને રજિસ્ટર્ડ પણ કરાવ્યા હતા. તેમ છતાં કેટલીક અદાવત કે વિરોધના કારણે પોલીસ દ્વારા દંપતીને હેરાન કરવામાં આવી રહ્યું હોવાનો અને સાક્ષીઓને પકડવામાં આવ્યા હોવાનો માક્ષેપ કરવામાં આવ્યો હતો. આ હેરાનગતિથી બચવા માટે દંપતીએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. આ મામલે સુનાવણી હાથ ધરતા જસ્ટિસ મૂલચંદ ત્યાગીની ખંડપીઠે દંપતીની પોલીસ રક્ષણની અરજીને મંજૂર કરી દીધી છે અને નવદંપતીને મોટી રાહત આપી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રેમલગ્ન બાદ પરિવાર કે પોલીસના ડરથી રક્ષણ મેળવવા માટે હાઇકોર્ટમાં અપીલ કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે આ ચુકાદો પુખ્ત વયના નાગરિકોના વ્યક્તિગત અધિકારોને વધુ મજબૂત બનાવે છે.

ગોધરા બસ સ્ટેશનમાં ભીષણ આગ: પાંચ દુકાનો, કંટ્રોલ રૂમ અને પાર્સલ ઓફિસ બળીને ખાક