મહેમદાવાદમાં 28 નવેમ્બરે પ્રથમ મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન, માહી ડી.બી.એમ. ફાઉન્ડેશન ટ્રસ્ટની પહેલ

મહેમદાવાદમાં

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સામાજિક સેવા અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રથમ મુસ્લિમ સમૂહ લગ્ન સમારોહ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. માહી ડી.બી.એમ. ફાઉન્ડેશન ટ્રસ્ટ, મહેમદાબાદ દ્વારા મુસ્લિમ સમાજના સહયોગથી આ કાર્યક્રમ યોજાશે. આગામી 28 નવેમ્બર, 2026ના રોજ શનિવારે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

માહી ડી.બી.એમ. ફાઉન્ડેશન ટ્રસ્ટની પહેલ

ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આમંત્રણ પત્રકમાં આ કાર્યક્રમને પ્રથમ મુસ્લિમ સમૂહ લગ્ન સમારોહ તરીકે દર્શાવવામાં આવ્યો છે. સમાજના સહયોગથી યોજાનારા આ આયોજનમાં સેવાભાવી દાતાઓ અને સમાજના આગેવાનોનો સહકાર મળ્યો છે.

ટ્રસ્ટે આ નેક કાર્યમાં સહયોગ આપનારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. દાતાઓની સેવા અને સહયોગ બદલ આભાર માનવાની સાથે તેમની દાનની ભાવનાને અલ્લાહ કબૂલ કરે તેવી દુઆ પણ કરવામાં આવી છે.

મહેમદાવાદમાં અહીં યોજાશે સમૂહ લગ્ન

આ સમૂહ લગ્ન સમારોહનું સ્થળ મહેમદાબાદમાં મિશન સ્કૂલની પાછળ, નોમાન પ્લાઝા રોડ પર રાખવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં અને આસપાસના વિસ્તારના લોકોને આ કાર્યક્રમમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગતો:

  • આયોજક: માહી ડી.બી.એમ. ફાઉન્ડેશન ટ્રસ્ટ,મહેમદાવાદ
  • કાર્યક્રમ: પ્રથમ મુસ્લિમ સમૂહ લગ્ન-2026
  • તારીખ: 28 નવેમ્બર, 2026, શનિવાર
  • સ્થળ: મિશન સ્કૂલની પાછળ, નોમાન પ્લાઝા રોડ, મહેમદાવાદ, ખેડા

ટ્રસ્ટ દ્વારા સમાજના લોકો, દાતાઓ અને સેવાભાવી વ્યક્તિઓને આ સામાજિક કાર્યમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. આ આયોજનથી સમાજમાં એકતા, પરસ્પર સહકાર અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.