Siddhpur Kartiki Purnima Fair: સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં છ લાખથી વધુ યાત્રિકો ઉમટ્યા

Siddhpur Kartiki Purnima Fair

Siddhpur Kartiki Purnima Fairમાં આ વર્ષે અંદાજે છ લાખ યાત્રિકોએ મુલાકાત લીધી છે. 21 નવેમ્બર, શનિવારથી શરૂ થયેલો સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો પાંચમા દિવસે પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. સિદ્ધપુર શહેર ઉપરાંત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા.

મેળાના પ્રથમ દિવસથી જ યાત્રિકોની અવરજવર જોવા મળી હતી. બારસથી પૂનમ સુધીમાં અંદાજે સાડા પાંચ લાખ યાત્રિકોએ મેળાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ એકમના દિવસે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટતાં મુલાકાતીઓનો કુલ આંકડો અંદાજે છ લાખ સુધી પહોંચ્યો હતો. પ્રથમ દિવસે જ આશરે 50 હજાર યાત્રિકોએ મેળાનો આનંદ માણ્યો હતો.

પૂનમની રાત્રીએ પણ મેળા સ્થળે શહેરીજનોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે, સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમા દરમિયાન અનેક પરિવારોના ઘરે મહેમાનો આવતા હોય છે. તેમની આગતા-સ્વાગતામાં વ્યસ્ત રહેતા સ્થાનિક લોકો મહેમાનોની વિદાય બાદ મેળાના છેલ્લા દિવસોમાં ફરવા નીકળે છે. એકમની રાત્રે વિવિધ રાઈડ્સ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠતાં મેળાનું વાતાવરણ વધુ આકર્ષક બન્યું હતું.

Siddhpur Kartiki Purnima Fairમાં ઝીરો ગ્રેવીટી રાઈડ્સનું ખાસ આકર્ષણ

આ વખતના મેળામાં સૌથી વધુ ચર્ચા ઝીરો ગ્રેવીટી રાઈડ્સની રહી હતી. કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આ રાઈડ પ્રથમ વખત રજૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. રાઈડ શરૂ થયા બાદ તેની ગતિ ધીમે ધીમે વધે છે. સેન્ટ્રિફ્યુગલ ફોર્સને કારણે તેમાં બેસેલા લોકોને સીટ સાથે ચોંટેલા હોવાનો અનુભવ થાય છે. રાઈડની ગતિ અને હલનચલનથી જાણે ગુરુત્વાકર્ષણની અસર ઓછી થઈ હોય તેવી અનુભૂતિ થાય છે.

આ ઉપરાંત વિવિધ રાઈડ્સ અને રોશનીએ મેળાની રોનક વધારી હતી. મોટી સંખ્યામાં યાત્રિકોની હાજરીથી સિદ્ધપુરનો આ પરંપરાગત લોકોત્સવ ઉત્સાહભર્યા માહોલમાં આગળ વધ્યો હતો.

Gujarat Drug Factory Bust: ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક સામે NCBની કાર્યવાહી