Women’s Asian Champions Trophy: જાપાનને 4-0થી હરાવી ભારત લીગ તબક્કામાં અજેય, સેમિફાઇનલમાં પ્રવેશ

Women’s Asian Champions Trophy

Women’s Asian Champions Trophyમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન જાળવી રાખીને બુધવારે પોતાની છેલ્લી લીગ મેચમાં જાપાનને 4-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે લીગ તબક્કાની પાંચેય મેચ જીતીને 15 પોઇન્ટ મેળવ્યા અને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ભારત તરફથી લાલરેમસિયામી, દીપિકા અને નેહાએ ગોલ કર્યા હતા. લાલરેમસિયામીએ 12મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. ત્યારબાદ દીપિકાએ 16મી મિનિટે રિબાઉન્ડ પર ગોલ કરીને ભારતની સરસાઈ બમણી કરી હતી. નેહાએ 28મી મિનિટે ત્રીજો ગોલ નોંધાવ્યો હતો.

Women’s Asian Champions Trophy: દીપિકાના બે ગોલથી ભારતની મોટી જીત

મેચની શરૂઆતમાં જ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પરંતુ દીપિકાની ડ્રેગ ફ્લિક નિશાન ચૂકી ગઈ હતી. જોકે, ભારતીય ખેલાડીઓએ આક્રમક રમત ચાલુ રાખી હતી. લાલરેમસિયામીએ નવનીત કૌર સાથે સુંદર તાલમેલ સાધીને જાપાનના સર્કલમાં પ્રવેશ કર્યો અને શાનદાર શોટ સાથે ભારતને સરસાઈ અપાવી હતી.

પ્રથમ હાફમાં ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો. દીપિકાનો શોટ જાપાનની ગોલકીપરે રોક્યો હતો, પરંતુ સલીમા ટેટે રિબાઉન્ડ પર આક્રમણ ચાલુ રાખ્યું હતું. તેના પ્રયાસ બાદ નેહાએ બોલને ગોલપોસ્ટમાં પહોંચાડ્યો હતો.

ત્રીજા ક્વાર્ટરમાં જાપાને પેનલ્ટી કોર્નર દ્વારા વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય રક્ષણપંક્તિએ આ તક નિષ્ફળ બનાવી હતી.

છેલ્લા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતને ફરી પેનલ્ટી કોર્નર મળ્યો હતો. દીપિકાએ 48મી મિનિટે જોરદાર ડ્રેગ ફ્લિક દ્વારા પોતાનો બીજો અને ભારતનો ચોથો ગોલ કર્યો હતો. તેનો શોટ ગોલપોસ્ટના ઉપરના જમણા ખૂણામાં ગયો હતો.

આ રીતે ભારતે જાપાન સામે 4-0થી જીત મેળવીને લીગ તબક્કો અજેય રહી પૂર્ણ કર્યો હતો. હવે ભારતીય ટીમની નજર સેમિફાઇનલમાં પણ આ જ લય જાળવી રાખવા પર રહેશે.

Human Trafficking in Gujarat: પાંચ વર્ષમાં માત્ર 5 આરોપીઓને સજા