Ahmedabad Holika Dahan Rule: રસ્તાઓ પર હોળી પ્રગટાવશો તો થશે કાર્યવાહી! AMCના નવા નિયમો જાણો

Ahmedabad Holika Dahan Rule

Ahmedabad Holika Dahan Rule: હોળીનો પર્વ નજીક આવતો જાય છે, અને આ વખતે રોડ પર હોળી પ્રગટાવનાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખાસ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મોટાભાગે હોલિકા દહન રોડ પર કરવામાં આવે છે, જેનાથી રસ્તાઓને નુકસાન થાય છે. આ નુકસાન અટકાવવા માટે AMCએ નવી ગાઇડલાઇન રજૂ કરી છે, જેના અનુસરણ કરવું ફરજિયાત રહેશે.

AMCના નવા નિયમ મુજબ, રોડ પર હોળી પ્રગટાવતી વખતે પહેલાં ઈંટ અને રેતી પાથરવી પડશે. દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીઓ અને રેસિડેન્શિયલ વિસ્તારોમાં મફતમાં ઈંટ અને રેતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. સોસાયટીઓએ જરૂરી જથ્થાની માંગ કરી શકશે, અને કોર્પોરેશન તેમની માગણી પ્રમાણે રેતી-ઈંટો પહોંચાડશે. આ ઉપાય હોલિકા દહન સમયે રોડને નુકસાનથી બચાવવા માટે છે.

હોળીનો પર્વ ફાગણ મહિનાની પૂર્ણિમા, 13 માર્ચ (ગુરુવાર)ના રોજ ઉજવવામાં આવશે. હોલિકા દહનનું શુભ મુહૂર્ત બપોરે 11:26 થી 12:30 સુધી રહેશે, જે કુલ 1 કલાક 4 મિનિટ રહેશે.

AMC દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમોનું શ્રદ્ધાળુઓએ પાલન કરવું જરૂરી છે, જેથી તહેવારની ઉજવણી આસ્થાપૂર્વક અને પર્યાવરણને નુકસાન કર્યા વિના થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *