ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો દાવો, અમેરિકાને પરમાણુ યુરેનિયમ સોંપવા ઈરાન રાજી, ડીલ લગભગ ફાઈનલ

Trump Iran Uranium

Trump Iran Uranium : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક લશ્કરી સંઘર્ષ અને શાંતિ મંત્રણાના પ્રયાસો વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક બહુ મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, “ઈરાન (Iran) તેનું સંવર્ધિત યુરેનિયમ (Enriched Uranium) નું ભંડોળ અમેરિકાને સોંપવા માટે સંમત થઈ ગયું છે. અમે શાંતિ ડીલની ખૂબ જ નજીક છીએ.”

Trump Iran Uranium : ટ્રમ્પનો દાવો: “ઈરાન હવે ડીલ કરવા માંગે છે”

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા 6 અઠવાડિયાના સંઘર્ષને ખતમ કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે બે અઠવાડિયાનું હંગામી સીઝફાયર (યુદ્ધવિરામ) ચાલી રહ્યું છે. આ દરમિયાન ટ્રમ્પે મોટું નિવેદન આપતા કહ્યું કે, “ઈરાને અમને ‘ન્યૂક્લિયર ડસ્ટ’ (પરમાણુ હથિયાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતું સંવર્ધિત યુરેનિયમ) પાછું આપવા પર સહમતિ દર્શાવી છે. તેહરાન (ઈરાન) હવે પહેલા કરતા વધુ નરમ અને લવચીક વલણ અપનાવી રહ્યું છે અને તેઓ ખરેખર ડીલ કરવા માંગે છે.”

અમેરિકન અધિકારીઓનું પણ માનવું છે કે, આકરા દબાણને કારણે ઈરાન હવે એ વાતો પર પણ સંમત થઈ રહ્યું છે જેના માટે તે 2 મહિના પહેલા બિલકુલ તૈયાર નહોતું.

“જો ડીલ થશે તો હું પોતે ઈસ્લામાબાદ જઈશ”

ડોનાલ્ડ ટ્રમ્પે આગામી સમયમાં પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાવા જઈ રહેલી નિર્ણાયક શાંતિ મંત્રણા અંગે પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, “જો ઈસ્લામાબાદની આગામી બેઠકમાં સમજૂતી (Deal) થાય છે, તો હું પોતે ત્યાં જઈ શકું છું. ઈરાન અત્યારે લગભગ દરેક બાબત પર સહમત થઈ ચૂક્યું છે.” જોકે, ટ્રમ્પે સાથે જ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો આ શાંતિ મંત્રણા નિષ્ફળ જશે, તો ફરીથી યુદ્ધ અને ભયાનક લડાઈ શરૂ થઈ શકે છે.

ટ્રમ્પે પોપને પણ આપી સલાહ

આ પત્રકાર પરિષદમાં ટ્રમ્પે પોપ લીઓ XIV (Pope Leo XIV) ને પણ ટકોર કરી હતી. ઈરાન સાથે શાંતિ અને સંયમ જાળવવાની પોપની અપીલનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, “પોપ જે કહેવા માંગે તે કહી શકે છે, પરંતુ હું તેમની સાથે અસંમત થઈ શકું છું. પોપે સમજવું પડશે કે આ અસલી દુનિયા છે અને તેહરાનથી શું ખતરો છે તે સમજવો જરૂરી છે.”આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદ ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે નિર્ણાયક વાટાઘાટો યોજાવાની શક્યતા છે, જેના પર આખી દુનિયાની નજર ટકેલી છે.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં શાંતિના એંધાણ: ઇઝરાયેલ અને લેબનાન વચ્ચે 34 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત શક્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *