Gujarat Local Body Elections: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી [Gujarat Local Body Election] આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ મતદાન [Voting] થવાનું છે, પરંતુ તે પહેલાં જ અનેક બેઠકો પર રસાકસી અને વિવાદો જોવા મળી રહ્યા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત બાદ 733 બેઠકો બિનહરીફ [Unopposed Seats] જાહેર થઈ છે, જેમાં મોટા ભાગે ભાજપનો [BJP] કબજો છે. સત્તાધારી પક્ષ આને જનવિશ્વાસ ગણાવે છે, જ્યારે વિપક્ષ તેને ડર અને લાલચનું રાજકારણ કહી રહ્યો છે.
અમદાવાદમાં ‘કમલનું ફૂલ અમારી ભૂલ’ના નારા અને લાફાવાળી (Gujarat Local Body Elections)
અમદાવાદના [Ahmedabad] અસારવા વિસ્તારમાં ચાલીઓના રિડેવલપમેન્ટના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ છે. અહીં ‘કમલનું ફૂલ અમારી ભૂલ’ જેવા પોસ્ટરો લાગ્યા હતા. રહીશોનું કહેવું છે કે રજૂઆતો છતાં કોર્પોરેશન [AMC] કોઈ નક્કર કામગીરી કરતું નથી. બીજી તરફ, ઇન્ડિયા કોલોની વિસ્તારમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકર ધીરજ રાઠોડને સ્થાનિક રહીશ હસમુખ વોરાએ [Hasmukh Vora] લાફો ઝીંકી દીધો હોવાની ઘટના પણ બની છે. આ મામલે પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ‘કામ નહીં તો વોટ નહીં’નો હુંકાર (Surat Public Outrage)
સુરતમાં [Surat] પણ ભાજપના ઉમેદવારોને મતદારોના આકરા સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. અલથાણ અને કતારગામ વિસ્તારમાં ‘પાંચ વર્ષે કેમ દેખાયા?’ જેવા પ્રશ્નો સાથે લોકોએ ઉમેદવારોને ઘેર્યા હતા. ભેસ્તાન અને ગોપીપુરામાં ગંદકી તેમજ ડ્રેનેજની સમસ્યાથી કંટાળેલા લોકોએ ‘કામ નહીં તો વોટ નહીં’ના નારા લગાવ્યા છે. પાંચ વર્ષ સુધી ગાયબ રહેલા પ્રતિનિધિઓ સામે સુરતની જનતામાં ભારે અજંપો જોવા મળી રહ્યો છે.
વડોદરામાં સોસાયટીના ગેટ બંધ અને હિસાબની માંગ (Vadodara Election Campaign Resistance)
વડોદરામાં [Vadodara] વર્ષ 2008 પછી પહેલીવાર ભાજપના ઉમેદવારોએ આટલા મોટા પાયે વિરોધ વેઠવો પડી રહ્યો છે. વૉર્ડ નંબર 12 ની વ્રજવિહાર સોસાયટીમાં રહીશોએ સોસાયટીનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો અને પાંચ વર્ષના કામનો હિસાબ માંગ્યો હતો. વૉર્ડ નંબર 8 માં ધારાસભ્ય કેયૂર રોકડિયા [Keyur Rokadia] અને સાંસદ હેમાંગ જોષીએ [Hemang Joshi] પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે અહીં ભાજપની સાથે કોંગ્રેસના [Congress] ઉમેદવારોને પણ ગંદા પાણીના પ્રશ્ને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે.
વિશ્લેષકોનો મત: માળખાગત સુવિધાઓનો અભાવ (Expert Opinion on Gujarat Politics)
શહેરો કદમાં મોટા થયા છે પણ સુવિધાઓ તેટલી વધી નથી. પાણી ભરાવા, ગટર અને આરોગ્યની પાયાની સમસ્યાઓ લોકોમાં રોષનું મુખ્ય કારણ છે. લોકો હવે જાગૃત થયા છે અને માત્ર ચૂંટણી ટાણે દેખાતા પ્રતિનિધિઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આ નાનો દેખાતો વિરોધ આગામી પરિણામો પર મોટી અસર કરી શકે છે.
આ પણ વાંચો: કાજલ મહેરિયાના લગ્ન બાદ વિવાદ: “મેં ધર્મ બદલ્યો નથી”

