શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 દિવસમાં 2 લાખથી વધુ કેસો નોંધાયા છે, અને 13.21 કરોડ રૂપિયાની રકમ તરીકે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમ છતાં, હજુ પણ કેટલાક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા નથી, હજુપણ સુધરી રહ્યા નથી.
આ સ્થિતિને જોતા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી નવો આદેશ જારી કર્યો છે.. હવે, રોંગ સાઈડમાં વાહન ચલાવનાર લોકો સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવશે અને તેમના વાહનો ડિટેન પણ કરવામાં આવશે. ટ્રાફિક સ્રોતોના જણાવ્યા અનુસાર, આ પગલાનું મુખ્ય હેતુ આકસ્મિક ઘટનાઓ અને સડક પર થતા અકસ્માત ઘટાડવાનો છે.
2024માં, રોંગ સાઈડ ડ્રાઈવિંગ પર 6001 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા, જ્યારે 2025ના પ્રથમ બે મહિનાઓમાં જ 598 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા આજે 13 મુખ્ય ટ્રાફિક નિયમોના ભંગ માટે વધુ કડક પગલાં લેવામાં આવશે, જેમાં આ પગલાં મુખ્યત્વે હેલમેટ વગર વાહન ચલાવવું, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ફેન્સી નમબર પ્લેટ, ઓવર સ્પીડિંગ, અને સિટ બેલ્ટ ન બાંધવું માટે હશે.