ગુજરાતમાં, ખાસ કરીને શહેરોમાં, ઓલા, ઉબેર અને રેપિડો જેવી બાઈક અને કાર ટેક્સીઓ ખૂબ જ પ્રચલિત છે. પરંતુ પહેલા આમ Ahmedabad (અમદાવાદ)માં આ ટેક્સી સેવાઓ બંધ કરવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ હવે, નવી નીતિ સામે આવી છે. જો તમારી પાસે તમારી માલિકીનું વાહન છે અને તમે મુસાફરી અન્ય લોકો સાથે શેર કરવા માંગો છો તો સરકાર તેની મંજૂરી આપશે. ગુજરાત સરકાર કેબ એગ્રીગેટર્સને મંજૂરી આપી શકે છે તેમાં તમે સામે વાળી વ્યક્તિ પાસે થી રૂપિયા પણ લઈ શકશો.
નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ટેક્સી એગ્રીગેટર નીતિ લાવવાની શક્યતા છે. આ નીતિ હેઠળ, જો તમારી પાસે વ્યક્તિગત વાહન છે, તો તમે તેને રાઈડ-શેરિંગ માટે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે, તમે મુસાફરો પાસેથી નક્કી રકમ પણ લઈ શકો છો.
કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા 2024 તૈયાર કરી છે. રાજ્ય સરકારોએ હવે આ નીતિ પર અંતિમ નિર્ણય લેવાનો છે. ગુજરાતમાં એપ્રિલ અથવા મે મહિનામાં આ નીતિની લાગુઆત થવાની સંભાવના છે. જો આ નીતિ લાગુ પડે છે, તો ઓલા, ઉબેર, અને રેપિડો જેવી ટેક્સી સર્વિસમાં ખાનગી વાહન માલિકો પણ સામેલ થઈ શકશે.
અસામ રાજ્યએ ઑનલાઇન ટેક્સી એગ્રીગેટર્સ (જેમ કે ઓલા અને ઉબેર) માટે રાઈડ-શેરિંગની મંજૂરી આપી દીધી છે. હવે, ગુજરાતમાં પણ આ રીતે ખાનગી વાહનોનો ટેક્સી તરીકે ઉપયોગ કરવાની શક્યતા છે.
કેવી રહેશે નોંધણી પ્રક્રિયા?
જો ગુજરાત સરકારે આ નીતિ મંજૂરી આપી, તો ખાનગી વાહન ચલાવતાં વ્યક્તિઓને કેટલીક જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી કરાવવી પડશે. આમાં ઓળખ પુરાવા, વીમા કવરેજ (5 લાખ રૂપિયાં), પુખ્તી પીયુસી પ્રમાણપત્ર, અને પોલીસ કિસ્સો/ગુનાહિત પ્રવૃત્તિનો અભાવ જેવી વિગતો સામેલ હશે.
મર્યાદાઓ અને નિયમો:
રાઈડ-શેરિંગ આવક માટે નહી જ પણ વ્યક્તિગત ટ્રાન્સપોર્ટ ખર્ચ ઓછી કરવા માટે ઉપયોગી થશે.
પ્રતિદિન ચાર ટ્રિપ: શહેરમાં એક દિવસમાં તમે માત્ર 4 રાઈડ્સ કરી શકશો.
અઠવાડિક 2 ઇન્ટરસિટી યાત્રા: શહેરની બહાર માટે, મહત્તમ બે યાત્રાઓ અઠવાડિયામાં કરી શકશો.