ભાજપે લોકસભામાં બજેટ 2025 પસાર કરવા માટે વ્હીપ કર્યો જારી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલું બજેટ શુક્રવારે સરકાર દ્વારા પસાર કરવામાં આવશે. મોદી સરકારે આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે તેના તમામ લોકસભા સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે. પાર્ટીના ચીફ વ્હીપે વ્હીપ જારી કર્યો અને કેન્દ્રીય બજેટ 2025-26 પસાર કરાવવા માટે સંસદમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો.

બીજેપી સાંસદોને જારી કરવામાં આવેલા વ્હીપમાં કહેવામાં આવ્યું છે કે લોકસભામાં 2025-26 માટે અનુદાનની વિવિધ માંગણીઓ પર ગિલોટીનિંગની પ્રક્રિયા શુક્રવારે થશે. તેથી તમામ સાંસદોને આખો દિવસ ગૃહમાં હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા વિનંતી કરવામાં આવે છે.

ગિલોટિન એ સંસદીય પ્રક્રિયા છે જેનો ઉપયોગ ચર્ચાને મર્યાદિત કરીને ઝડપથી બિલ પસાર કરવા માટે થાય છે, ખાસ કરીને જ્યારે વિપક્ષ તેની પ્રગતિને અવરોધવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *