ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાતના પ્રમુખ તરીકે મુફ્તી મૌલાના રીઝવાન તારાપુરી બિનહરીફ ચૂંટાયા

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ  -ગુજરાત મીલ્લી કાઉન્સીલના પ્રમુખ તરીકે મૌલાના મુફતી રીઝવાન તારાપુરીની સર્વસંમતિથી અને બિનહરીફ વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે આ તેમની સતત બીજી ટર્મ છે. તેમના સક્ષમ નેતૃત્વ અને સમાજ પ્રત્યેના યોગદાનને બિરદાવી કાઉન્સિલના તમામ સભ્યોએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે રાજ્ય સ્તરે સંગઠનાત્મક માળખું સુદ્રઢ કરવા માટે 21 સભ્યોની નવી કારોબારી સમિતિની પણ રચના કરવામાં આવી હતી

સર્વસંમતિથી વરણી: ઉલેમાઓ અને સામાજિક આગેવાનોનું પૂર્ણ સમર્થન

આજે અમદાવાદની ગુજરાત ટુડે દૈનિક ઓફિસમાં કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠકમાં સમગ્ર રાજ્યમાંથી ડેલિગેટ્સ, ઉલેમાઓ અને વિવિધ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રમુખ પદ માટે મોલાના મુફ્તી રીઝવાનના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવતાં ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓએ એક અવાજે તેને સમર્થન આપ્યું હતું. કોઈપણ પ્રકારની હરીફાઈ કે ચૂંટણી વિના બિનહરીફ થયેલી આ વરણી સંગઠન અને સમાજમાં તેમની વ્યાપક સ્વીકૃતિ દર્શાવે છે.

 શિક્ષણ અને સામાજિક ઉત્કર્ષ પર વિશેષ ધ્યાન

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ લઘુમતી સમાજના શૈક્ષણિક વિકાસ, સામાજિક સશક્તિકરણ અને બંધારણીય અધિકારોના સંરક્ષણ માટે કાર્યરત અગ્રણી સંસ્થા છે. મૌલાના મુફ્તી રીઝવાને પોતાની પ્રથમ ટર્મ દરમિયાન શિક્ષણના પ્રચાર-પ્રસાર અને સામાજિક એકતા સુદ્રઢ કરવાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમની આ પારદર્શક કાર્યશૈલીને કારણે જ સંગઠને તેમને ફરી આ મહત્વની ધુરા સોંપી છે.

21 સભ્યોની નવી ટીમ રાજ્યભરમાં સક્રિય થશે

પ્રમુખ ઉપરાંત જાહેર કરાયેલી ૨૧ સભ્યોની કારોબારી સમિતિ કાઉન્સિલના લક્ષ્યો અને સેવાકીય પ્રવૃત્તિઓને રાજ્યના ખૂણે-ખૂણે પહોંચાડવા કાર્ય કરશે. મુફ્તી રિઝવાન તારાપુરીની પુનઃ વરણી થતાં રાજ્યભરના સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંગઠનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *