WHO આયુષ્ય મર્યાદા રિપોર્ટ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના તાજેતરના વૈશ્વિક રિપોર્ટમાં ભારતના સ્વાસ્થ્ય અને આયુષ્ય અંગે મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. નવા આંકડાઓ મુજબ, ભારતીયોના સરેરાશ આયુષ્યમાં મહામારી પછી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2023 ના ડેટા અનુસાર ભારતની સરેરાશ આયુષ્ય મર્યાદા વધીને 71 વર્ષ નોંધાઈ છે. આ આંકડાઓ મુજબ આપણે પાકિસ્તાનની સરખામણીએ ભલે આગળ હોઈએ, પરંતુ બાંગ્લાદેશ, અમેરિકા અને કેનેડા જેવા દેશોની સરખામણીમાં ભારત હજુ પણ ઘણું પાછળ છે. રિપોર્ટમાં એ ચેતવણી પણ આપવામાં આવી છે કે માત્ર લાંબુ જીવવું એ સ્વસ્થ જીવનની નિશાની નથી.
WHO આયુષ્ય મર્યાદા રિપોર્ટ ભારતીયો પાકિસ્તાનીઓ કરતા વધુ જીવે છે
વૈશ્વિક સ્તરે અને પડોશી દેશો સાથે ભારતની આયુષ્ય મર્યાદાની સરખામણી કરીએ તો પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થાય છે. વર્ષ 2023 માં જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ય મર્યાદા પાકિસ્તાનમાં 68.2 વર્ષ નોંધાઈ હતી. તેની સામે ભારતનો 71 વર્ષનો આંકડો આપણા બહેતર સ્વાસ્થ્ય સુધારા દર્શાવે છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આપણો જ અન્ય પડોશી દેશ બાંગ્લાદેશ 72.7 વર્ષના આયુષ્ય દર સાથે ભારત કરતા પણ આગળ છે.
વિકસિત દેશોની સરખામણીએ ભારતે હજુ લાંબી મજલ કાપવાની બાકી
જો આપણે વિકસિત દેશોની વાત કરીએ તો ભારતનું સ્વાસ્થ્ય માળખું અને લોકોનું જીવનધોરણ હજુ કેટલું પાછળ છે તેનો ખ્યાલ આવે છે. WHO ના આંકડા મુજબ, અમેરિકામાં લોકોનું સરેરાશ આયુષ્ય 78.5 વર્ષ અને કેનેડામાં 81.4 વર્ષ છે. આ આંકડાઓ સીધો ઈશારો કરે છે કે વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ઊભા રહેવા માટે ભારતે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોના પાયાના સ્વાસ્થ્ય સુધારા માટે હજુ બમણી પ્રગતિ કરવાની જરૂર છે.
સૌથી મોટી ચેતવણી: લાંબુ આયુષ્ય એટલે સંપૂર્ણ સ્વસ્થ જીવન નથી!
WHO ના રિપોર્ટમાં ખાસ ભાર મૂકીને કહેવામાં આવ્યું છે કે લાંબુ આયુષ્ય એ હંમેશાં સ્વસ્થ જીવનની ગેરંટી હોતું નથી. ભારતમાં વધતા જતા બિન-ચેપી રોગો (Non-Communicable Diseases) અને બદલાતી જીવનશૈલીને કારણે લોકોનું આયુષ્ય ભલે વધ્યું હોય, પરંતુ તેઓ બીમારીઓ અને દવાઓના સહારે જીવતા હોય છે. સ્વસ્થ અને નિરોગી આયુષ્ય (Healthy Life Expectancy) ની બાબતમાં ભારતે હજુ ગંભીરતાથી કામ કરવાની તાતી જરૂરિયાત છે.
Flydubai Attack: સ્મિત મચ્છર પર હુમલો કરનાર સહ-પાયલટ હમામ અલહમામીની ઓળખ સામે આવી

