AMC Mega Demolition: અમદાવાદના ગોમતીપુરમાં AMCનું મેગા ડિમોલિશન

AMC Mega Demolition – અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં, ખાસ કરીને કાલિદાસ મીલ ચાર રસ્તાથી અંબિકા હોટલ સુધી, રોડ પહોળો કરવા માટે 150 જેટલી દુકાનો અને મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ક્ષેત્રને નોટિસ આપવામાં આવી હતી, અને લોકો પાસેથી પંદર દિવસનો સમય લેવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીએ નોટિસ આપવામાં આવી હતી અને 15 દિવસની મર્યાદામાં લોકો તરફથી સાફ કરવા માટે કહ્યું હતું.

AMC Mega Demolition – નોંધનીય છે કે ગોમતીપુર વિસ્તારમાં આવેલા કાલિદાસથી અંબિકા હોટલ સુધી 150 જેટલી કોમર્શિયલ દુકાનો અને કેટલાક મકાનોને નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ 31 જાન્યુઆરી 2025થી આપવામાં આવી અને આ જગ્યા ખાલી કરવા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જે પૈકી સ્થાનિક કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને ચારતોડા કબ્રસ્તાનની જગ્યા મોટા પ્રમાણમાં કપાતમાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જી.પી.એમ.સી એક્ટ 212 સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવીને 2007ની અંદર નોટિસ આપવામાં આવેલી હતી. Re.D.P. રોડ લાઈન માટેની નોટિસ આપવામાં આવી હતી. જેની અમલવારી આજે અમે કરી રહ્યા છીએ. જેમાં આજે 45 રેસીડેન્સિયલ બાંધકામ, 120 કોમર્શિયલ બાંધકામને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગોમતીપુરના કાઉન્સિલર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, ગોમતીપુરમાં ટીપી 16માં 30.5 મીટર જગ્યા પહોળા કરવા માટે આજે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમારી માંગ હતી કે રમજાન પછી આ કાર્ય કરવામાં આવે. પરંતુ તે પહેલા જ અહીંયાના બાંધકામ દૂર કરવામાં આવ્યા. ગરીબોના મકાનો પર બુલડોઝલ ચલાવવામાં આવ્યો એટલે અમારી માંગ છે કે જે લોકોના મકાનો અને દુકાનો લીગલ હતા એમને વળતર આપવામાં આવે.

 

આ પણ વાંચો – ગુજરાતમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે વધારાની બસો દોડાવશે, હર્ષ સંઘવીએ કરી જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *