ડૉ. મહેરુન્નીંશા દેસાઈ એક પ્રસિદ્ધ નિવૃત પ્રોફેસર, સામાજિક કાર્યકર્તા અને લેખિકા છે, જેમણે પોતાની કારકિર્દી અને જીવન કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અમદાવાદની આર.જે.ટી. કોમર્સ કોલેજમાં 38 વર્ષ સુધી સેવા આપી. ‘અમવા’ મુસ્લિમ મહિલઓ માટે કામ કરતી સંસ્થાની સ્થાપના કરી. એમણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો દ્ધારા શિક્ષણ અને સશક્તીકરણ માટે માર્ગદર્શન આપી રહ્યા છે, સમાજને શિક્ષિત અને મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. ડૉ. મહેરુન્નીંશા દેસાઈ એ જીવન સમાજસેવા માટે સમર્પિત કરી દીધું છે. તેમણે અમવા સંસ્થાની સ્થાપના 1991માં કરી હતી, અને રાજ્યના અનેક શહેરોમાં આ સંસ્થા કાર્યરત છે.
નોંધનીય છે કે અમવા સંસ્થાએ અત્યાર સુધી લાખો મહિલાઓને પગભર કરી છે, આ ઉપરાંત સંસ્થા સમાજને શિક્ષિત કરવા માટે કોમ્યુટર કલાસ, કૌશલ્યવર્ધક કોર્ષ, સહિત ટયુશન કલાસીસ સહિતની અનેક સેવાઓ બાખૂબી કરી રહ્યા છે. વિધવા, ત્યકતા ,સહિતની ગરીબ મહિલાઓ માટે અમવા સંસ્થા આશાનું કિરણ છે.
ઉલ્લેખનીય છે કે સમાજમાં વિધાર્થીઓ ભણે અને ડ્રોપ રેસિયો ઘટે તે માટે ખાસ શિષ્યવૃત્તિ અને ફીમાં સહાય કરવાનું કામ પણ અમવા સંસ્થા કરી રહ્યું છે, આ ઉપરાંત મહિલાઓ માટે ખાસ મહેંદી કલાસ, સીવણ સહિતના અનેક કૌશલ્ય તાલીમ વર્ગ પણ ચલાવવામાં આવે છે.
રમઝાન મહિનામાં આપની ઝકાત, સદકો અમવા સંસ્થાને મોકલીને સંસ્થાના સમાજસેવાના કામમાં સહભાગી બનીને નેકી કમાવશો, આપની મદદથી લાખો મહિલાઓ પગભર સહિત ગરીબ વિધાર્થીઓને મદદ મળી રહેશે.
આ પણ વાંચો- અમવા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને જરૂરિયાતમંદ મહિલાઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો