અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન ( અમવા) સંસ્થા મહિલાઓ અને સમાજ માટે સરસ કામગીરી કરી રહી છે. જુહાપુરામાં આવેલ અમવા સંસ્થા સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. અમવા આયોજિત મહિલા સશક્તીકરણ અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ માં 33 બહેનોને નાના નાના ધંધાઓ માટે દરેક ને રૂ.7000 ની સહાય અપાઈ હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર એ.એન.દેસાઈ એ બહેનોના આત્મવિશ્વાસ વધારતા પ્રેરણાદાયી વક્તવ્ય માં જણાવ્યું હતું કે ગમે તેવી કઠણાઈ માં પણ હિંમત હાર્યા વિના બાળકોને ભણાવજો.જ્યા જરૂર હોય ત્યાં મદદ કરવા તત્પરતા દર્શાવી હતી.
જનાબા ઝાકેરાબેન કાદરીએ તીલાવત થી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મહેમાનોને આવકાર આપી વિષય પ્રવેશ કરાવતા ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા દેસાઈએ મહિલાઓ ને પગભર બનવાની સાથે બાળકો ને ઉચ્ચ અભ્યાસ તરફ લઈ જવા અનુરોધ કર્યો હતો.
ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ નાં પ્રમુખ જનાબ મહંમદ શરીફ દેસાઈ સાહેબે ડોક્ટર દેસાઈ નું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન જનાબા રિઝવાના કુરેશીએ કર્યુ હતું. જનાબા માહેનુર સૈયદે અમવા નોલેજ એન્ડ સર્વિસ સેન્ટર ની માહિતી આપી હતી.બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ કાર્યક્રમ ને જ્વલંત સફળતા અપાવી હતી. એક દિલદાર દાતાશ્રી ની મદદ થી કાર્યક્રમ બાદ કિટ્સ આપવામાં આવી હતી.એડવોકેટ રીઆઝ શેખે સૌનો આભાર માન્યો હતો.કાર્યક્રમ ને સફળ બનાવવા જનાબા જુબેદા ચોપરા,કુ.સુહાના દેસાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી.